કેન્દ્ર સરકાર ઉઠાવશે તમારો ફરવાનો ખર્ચો, પણ પૂરી કરવી પડશે આ શરત

PC: akamaized.net

ભારતીય ટૂરિઝમને બૂસ્ટ કરવાના હેતુથી ભારત સરકાર એક અનોખી સ્કીમ લઈને આવી છે. જે સાંભળી ટ્રાવેલ કરનારાઓ જરૂર ખુશ થઈ જશે. મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમે કહ્યું છે કે, તેઓ એ પ્રવાસીઓનો ખર્ચો ઉઠાવશે જેઓ એક વર્ષમાં ભારતના 15 સ્થળોની મુલાકાત કરશે.

યૂનિયન ટૂરિઝમ મંત્રી પ્રહલાદ પટેલ સિંહે કહ્યું કે, ટૂરિઝમ મિનિસ્ટ્રી એવા પ્રવાસીઓનો ખર્ચો ઉઠાવશે જેઓ ભારતમાં 1 વર્ષની અંદર 15 જેટલા સ્થળોની મુલાકાત લેશે. સાથે જ તે મુલાકાતની તસવીરો અને વીડિયો મિનિસ્ટ્રીની વેબસાઈટ પર અપલોડ કરશે.

આ છે શરતઃ

જે પણ વ્યક્તિ પ્રવાસ કરે તેણે પોતાના રાજ્યમાં નહીં બલ્કે તેના સિવાયના રાજ્યમાં પ્રવાસ કરવાનો રહેશે. તો જ તે આ સ્કીમ માટે યોગ્ય ગણાશે. સાથે આ વ્યક્તિઓને ભારતીય ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવશે. કોર્ણાક સૂર્ય મંદિરને આઈકોનિક પ્રવાસ સ્થળની લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ભારતીયોને આગ્રહ કર્યો છે કે તેઓ વર્ષ 2022 સુધીમાં ભારતના ઓછામાં ઓછા 15 સ્થાનીક સ્થળોએ પ્રવાસ કરે. અમારો અભિયાન ભારતીયોમાં દેશના સ્થાનીક સ્થળોના પ્રવાસનને પ્રોત્સાહન આપશે. જેના દ્વારા લોકલ અને નેશનલ ઈકોનોમીને ફાયદો મળશે.

સાથે પ્રહલાદ પટેલે કહ્યું કે, જે પણ વ્યક્તિ પ્રવાસ કરે તેણે પોતાના રાજ્યમાં નહીં બલ્કે તેના સિવાયના રાજ્યમાં પ્રવાસ કરવાનો રહેશે. તો જ તે આ સ્કીમ માટે યોગ્ય ગણાશે. ભારતીય પ્રવાસીઓ એવી પ્રતિજ્ઞા પણ લઈ શકે છે કે તેઓ 2022 સુધીમાં ભારતના 15 સ્થળોની મુલાકાત કરશે. એવું કરવા પર તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

દેખો અપના દેશ અભિયાનમાં કઈ રીતે પ્રતિજ્ઞા લઈ શકાશેઃ

સ્ટેપ 1- pledge.mygov.in પર લોગ ઈન કરો

સ્ટેપ 2- હિન્દી કે અંગ્રેજી ભાષા પસંદ કરો

સ્ટેપ 3- પ્રતિજ્ઞા લો

સ્ટેપ 4- સર્ટિફિકેટ મોબાઈલ ટેક્ટ કે ઈ-મેલ દ્વારા મોકલી આપવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp