બંગાળમાં હિંસા પર ભડક્યા BJP MP, કહ્યું-યાદ રાખે TMC MP, CMએ પણ દિલ્હી આવવાનુ છે

PC: ANI

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓ અને અસામાજિક તત્ત્વો વચ્ચે હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જોકે હવે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવા અને પરિણામ જાહેર થઈ ગયા હોવા છતા હિંસા કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકો પર હિંસા અને હત્યા કરવાનો સંગીન આરોપ લગાવ્યો છે. પ્રવેશ સાહિબ સિંહ વર્માનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્યા છે.

એટલું જ નહીં, પ્રવેશ સાહિબ સિંહ વર્માએ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો, મુખ્યમંત્રી અને ધારાસભ્યોએ પણ દિલ્હી આવવાનું છે. પશ્ચિમ બંગાળના BJP સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માએ ટ્વીટ કરીને તૃણમૂલ કોંગ્રેસને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ ચૂંટણી જીતતા જ અમારા કાર્યકર્તાઓને જીવથી માર્યા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ગાડીઓ તોડી, ઘરમાં આગ લગાવી રહ્યા છે. યાદ રાખજો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોએ દિલ્હીમાં પણ આવવું પડશે, તેને ચેતવણી સમજી લેજો. ચૂંટણીમાં હાર-જીત થાય છે, હત્યા નહીં. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ રવિવારે (2 મેના રોજ) હુગલીમાં હિંસા ભડકી ગઈ.

અહીંના આરામબાગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને પણ કેટલાક અજાણ્યા બદમાશોએ આગ લગાવી દીધી હતી. એવામાં પશ્ચિમ બંગાળમાં સતત ચાલી રહેલી રાજકીય હિંસાઓ અને 11 લોકોના મોત બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બાબત ધ્યાનમાં લીધી છે. મંત્રાલયે રાજ્યમાં ચૂંટણી બાદ વિપક્ષી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરીને કરવામાં આવેલી હિંસાનો રિપોર્ટ રાજ્ય સરકાર પાસે માંગ્યો છે. કૈલાશ વિજયવર્ગીય આ સમયે પશ્ચિમ બંગાળમાં જ છે.

તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પાર્ટી કાર્યકર્તાઓ સાથે એકજુથતા પ્રદર્શિત કરવા માટે 4 મેના રોજ બંગાળ આવશે. તેમણે દાવો કર્યો કે, ચૂંટણી બાદ હિંસામાં ભારતીય જનતા પાર્ટીના 4 કાર્યકર્તાઓની હત્યા થઈ છે, જ્યારે 4000થી વધારે ઘરોને નિશાનો બનાવવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp