103 વર્ષીય વીરાંગના બાનોએ ક્યારેય પતિનો ચહેરો જોયો નહિ, 90 વર્ષ યાદમાં કાઢ્યા

PC: patrika.com

દેશની સૌથી વૃદ્ધ મહિલા વીરાંગના સાયરા બાનોનું 103 વર્ષની ઉંમરે હાલમાં જ નિધન થયું હતું. તે એક એવી વીરાંગના મહિલા હતી, જેમણે લગ્ન પછી પણ પોતાના પતિનો ચહેરો નહોતો જોઈ શક્યા. તેમ છતાં, આખી જિંદગી તેમની યાદમાં વિતાવી. સૈનિકોની ખાણ કહેવાતા ધનૂરી ગામમાં તેમનું નિધન થયું હતું.

રાજસ્થાનમાં આવેલા ધનૂરી ગામને સૈનિકોની ખાણ પણ કહેવામાં આવે છે. કારણ કે, ત્યાં દરેક ઘરમાં સૈનિક છે. ધનૂરી ગામના તાજ મોહમ્મદ ખાં લગ્ન પહેલા જ આર્મીમાં ભરતી થઈ ગયા હતા. તેમના લગ્ન સાયરા બાનોની સાથે 1939માં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન થયા હતા. તે સમયે સાયરા બાનોની ઉંમર માત્ર 13 વર્ષની હતી. લગ્ન પછી જાન ફરી ધનૂરી ગામ પહોંચી જ હતી કે, તાજ મોહમ્મહ ખાંને પત્ર મળેલો કે તેઓ તરત જ રિપોર્ટ કરે. સાયરા બાનો તેમના પતિનો ચહેરો પણ જોયો નહોતો. તેમણે એક પળ પણ પોતાના પતિ સાથે વિતાવી નહોતી.

ડ્યૂટી પર રિપોર્ટ આપ્યા પછી સાયરા બાનોના પતિ ક્યારેય પાછા ફરીને આવ્યા નહિ. લગ્નના 6 વર્ષ પછી તેમને જાણ થઈ કે તેમના પતિ શહીદ થઈ ગયા છે. તેમ છતાં સાયરાએ પિયર જવું પસંદ કર્યું નહિ. તેમણે પોતાની આખી જિંદગી તેમના પતિની યાદમાં જ વિતાવી.

તેઓ હંમેશા એ વાત પર ગર્વ કરતા રહ્યા કે, તેમના પતિએ દેશની દેવામાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. માટે તે વીરાંગના છે. તેમણે બીજા લગ્ન પણ નહોતા કરેલા અને તેમના પતિના માતા-પિતાની સાથે જ આખું જીવન વ્યતિત કરેલું. પણ 103 વર્ષની વયે તેમનું નિધન થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp