ટોપ મોડલ-મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ આ રીતે બની IAS, UPSCમાં પહેલી જ ટ્રાયે 93 રેન્ક

PC: twimg.com

એશ્વર્યા શ્યોરાન ટોપ મોડલ, મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટની સોશિયલ મીડિયા પર લોકો બ્યૂટી વિધ બ્રેન કહીને પ્રશંસા કરી રહ્યા છે. પ્રશંસા પણ કેમ નહીં થાય. મોડલિંગના ક્ષેત્રમાં ટોપ કરનારી એશ્વર્યાએ અભ્યાસના ક્ષેત્રમાં પણ આટલું મોટું નામ બનાવ્યું છે. મંગળવારે UPSC રિઝલ્ટમાં એશ્વર્યાએ 93મો રેન્ક હાંસલ કર્યો છે. સાયન્સમાં અભ્યાસ કરનારી એશ્વર્યાએ પોતાની ઈચ્છાશક્તિના દમે આ મુકામ હાંસલ કર્યિં છે. પોતાના સિલેક્શન થયા પર એશ્વર્યાએ મીડિયાને કહ્યું કે, મારી માતાએ પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી એશ્વર્યા રાયના નામથી મારું નામ રાખ્યું હતું.

એશ્વર્યાની માતાની ઈચ્છા હતી કે તે મોડલિંગ જગતમાં પોતાનું નામ બનાવે. તે કહે છે, મારી માતા હજુ પણ મને મિસ ઈન્ડિયાનો તાજ પહેરતા જોવા માગે છે. એમ તો હું મિસ ઈન્ડિયાના 21 ફાઇનલિસ્ટમાં સિલેક્ટ થઇ ગઇ હતી. પણ મારું સપનું હંમેશા સિવિલ સેવામાં જવાનું રહ્યું હતું. માટે મેં મોડલિંગ કરિયરથી થોડો બ્રેક લઇ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. મોડલિંગમાંથી નીકળી IAS બનવાનું સપનું સરળ નહોતું, પણ અસંભવ પણ ન હતું. આખરે એશ્વર્યાને તેમાં સફળતા મળી ગઇ.

કોચિંગ વિના તૈયારી કરી

એશ્વર્યાએ કહ્યું કે, હું નાનપણથી જ અભ્યાસમાં સારી હતી. UPSC ક્લિઅર કરવા માટે મેં કોઇ કોચિંગ ક્લાસ પણ લીધા નથી. અભ્યાસ પર ફોકસ કરવા તેણે જુદા જુદા માર્ગો અપનાવ્યા. જેમ કે, ભણતા સમયે ફોન સ્વિચ ઓફ રાખવો અને સોશિયલ મીડિયાથી અંતર રાખવું. પણ નાનપણનો અભ્યાસ કામ આવ્યો. એશ્વર્યા એક સાયન્સ સ્ટુડન્ટ હતી. પણ ત્યાર પછી તેણે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું. એશ્વર્યાના પિતા કર્નલ અજય કુમાર NCC તેલંગણા બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર છે.

જણાવી દઇએ કે, UPSCએ સિવિલ સર્વિસ 2019ની પરીક્ષાનું રિઝલ્ટ મંગળવારે બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હરિયાણાના પ્રદીપ સિંહે ટોપ કર્યું છે. બીજા નંબરે જતિન કિશોર અને ત્રીજા નંબરે સુલ્તાનપુરની પ્રતિભા વર્મા આવી છે.

એશ્વર્યાની ફેશનથી સિવિલ સેવા સુધી પહોંચવાની આ યાત્રા પર ટ્વીટર પર લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેણે જે રીતે મોડલિંગની કપરી જોબથી બહાર નીકળીને દેશની સર્વોચ્ચ કહેનારી પરીક્ષા પાસ કરી, તે ઘણાં લોકો માટે પ્રેરણા દાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp