લેબર પેઈન અથવા પીરિયડ્સમાંથી કોઈ એક દુખાવો પુરુષોને થવો જોઈએઃ અક્ષય કુમાર

PC: akamaized.net

પોતાના સ્ટંટ અને અનોખી ફિલ્મોની ચોઈસને કારણે સતત ચર્ચામાં રહેતો અક્ષય કુમાર હવે 'ગુડ ન્યૂઝ' ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ પહેલા તેણે 'મિશન મંગલ' ફિલ્મ કરી હતી. જે સુપરહીટ સાબિત થઈ હતી. IVFના કોન્સેપ્ટ પર આધારિત કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં એક સરસ મેસેજ પણ છે. તાજેતરમાં આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં તેણે ડૂંગળીના વધતા જતા ભાવ, પોતાના જીવન, મહિલા સુરક્ષા અને લેબર પેઈન પર દિલ ખોલીને વાત કરી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમારા માટે 'ગુડ ન્યુઝ' ક્યા હતા. ત્યારે તેણે કહ્યું કે, મારી બહેનનો જ્યારે જન્મ થયો ત્યારે હું ચાર વર્ષનો હતો. આ મારા માટે સૌથી મોટા 'ગુડ ન્યૂઝ' છે. મારા ઘરમાં કાયમ સ્ત્રીઓનું રાજ ચાલે છે તો મારા ઉપર પણ મારી બહેનનું રાજ ચાલતું હતું. જ્યારે ટ્વિંકલની ડિલેવરી હતી ત્યારે એને થતું લેબર પેઈનની મે અનુભૂતી કરી હતી. કુદરતે મોટા ભાગની મુશ્કેલીઓ અને પડકારજનક સ્થિતિ મહિલાઓના ભાગે લખી છે. હું એવું વિચારું છું કે, કાશ એક લેબર પેઈન અથવા પીરિયડ્સ પુરુષોના ભાગમાં હોત તો. પણ તમામ દર્દ અને ચેલેન્જડ કુદરતે સ્ત્રીઓના ભાગે લખી છે. તેથી હું સ્ત્રીઓને પુરુષો કરતા વધારે સ્ટ્રોંગ માનું છું. જ્યારે આરવનો જન્મ થયો ત્યારે ટ્વિંકલની ડિલેવરી વખતે હું ત્યાં જ હતો. મેં સાંભળ્યું છે કે, જ્યારે કોઈ સંતાનને માતા જન્મ આપે છે ત્યારે 200 હાડકા તૂટે એટલું દર્દ થાય છે. આ પીડાની કોઈ મર્દ કલ્પના પણ કરી શકતો નથી.

હૈદરાબાદ દુષ્કર્મની ઘટના પર અક્ષયે ઉમેર્યું હતું કે, ભારત ક્યારેય રેલ કલ્ચર દેશ ન હતો. તમે ભારત રેપ કલ્ચર કંટ્રી ન કહી શકો. જ્યાં સુધી સ્વસુરક્ષાની વાત છે તો હું પણ સેલ્ફ ડિફેન્સ માટે માર્શલઆર્ટના ક્લાસ ચલાવું છું. જેમાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ફ્રીમાં આપું છું. આજની સ્થિતિમાં દરેક મહિલાએ આ તાલિમ લેવી પડશે. હું ગર્વથી કહી શકું છું કે, અત્યાર સુધીમાં મે 40 હજાર મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટેની ટ્રેનિંગ આપી છે. કરીના વિશે વાત કરતા એમણે કહ્યું હતું કે, કરીના કમાલની એક્ટ્રેસ છે. સંતાન બાદ પણ તેણે કામ કરીને બોલિવુડની માનસિકતા તોડી છે. એવું હોય છે કે, લગ્ન અને સંતાન બાદ કેરિયત ખતમ. પણ કરીનાએ સારું એવું કમબેક કર્યું છે. તે ઓલ્ડ વાઈન જેવી છે. જેટલી ઉંમર થતી જાય છે એટલી તે નશીલી બની રહી છે. તેણે પોતાની ફીટનેસ ખૂબ સારી રીતે જાળવી રાખી છે. ભવિષ્યમાં જો કોઈ હેલ્થના વિષય પર સારી સ્ક્રિપ્ટ મળશે તો જરૂરથી કામ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp