IAS અધિકારીનો દેશી લુક વાયરલ, સોશિયલ મીડિયા પર બન્યા સેલિબ્રિટી

PC: jagranimages.com

રાજસ્થાનની IAS અધિકારી મોનિકા યાદવનો દેશી લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. સીકર મૂળની IAS અધિકારી ઉદયપુર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેના પતિ IAS સુશીલ યાદવ ઉદયપુરના રાજસમંદ જિલ્લામાં ઉપખંડ અધિકારી પદ પર તહેનાત છે અને મોનિકા યાદવ મેટરનિટી લીવ પર છે. નવજાતને લઈને રાજસ્થાની ગ્રામીણ વેશભૂષામાં તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના લિસાડિયા ગામના વરિષ્ઠ RAS અધિકારી હરફૂલસિંહ યાદવની દીકરી મોનિકાએ ભારતીય પ્રશાસનિક સેવા પરીક્ષા 2017માં 403મો રેન્ક મેળવ્યો અને ભારતીય રેલ સેવા માટે પસંદગી થઈ. પિતા અધિકારી છે અને ત્યારબાદ પોતે પણ ઉચ્ચ સરકારી સેવામાં આવવા છતા મોનિકાએ રાજસ્થાની પરંપરા નથી છોડી અને આજે પણ તે પરંપરાઓને નિભાવે છે. તેને પગલે હવે સોશિયલ મીડિયા પર તે સેલિબ્રિટી બની ગઈ છે.

મોનિકાના લગ્ન પણ IAS અધિકારી સુશીલ યાદવની સાથે થયા, જે હાલ ઉદયપુરના રાજસમંદમાં અધિકારી પદ પર નિયુક્ત છે. IAS સુશીલ જણાવે છે કે, આ ફોટો એ સમયનો છે, જ્યારે મોનિકાએ દીકરીને જન્મ આપ્યો. મોનિકાને સામાજિક પરંપરાઓ સાથે ખૂબ જ પ્રેમ છે. તે સામાજિક પરંપરાઓના પ્રચાર-પ્રસારની સાથે સારી પરંપરાઓ સાથે લોકોને જોડવા માટે કામ કરતી આવી છે. જોકે, તેને એ વાતનો અંદાજો નહોતો કે મોનિકાનો આ દેશી અંદાજનો ફોટો આટલો બધો વાયરલ થઈ જશે. માર્ચ 2020માં મોનિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. મોનિકા યાદવને રેલવેનો કોટા ઝોન મળ્યો છે. લખનૌમાં ટ્રેનિંગ થશે. હાલ તે મેટરનિટી લીવ પર છે. ડિસેમ્બર, 2020માં ટ્રેનિંગ માટે તે લખનૌ પાછી જશે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેને કોટા ઝોનમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર થઈ રહેલા વખાણથી ગ્રામીણ સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે, જે સારી વાત છે. તે જણાવે છે કે, જ્યારે તે પોતાના ગામ જાય છે, ત્યારે તે દેશી અંદાજમાં જ રહે છે. તેને કારણે પરિવારજનો જ નહીં, ગ્રામીણોને પણ તેના પર ગર્વ થાય છે. તે કહે છે કે, ભલે કોઈ ભણી-ગણીને અથવા પૈસા કમાઈને કેટલી પણ મોટી વ્યક્તિ બની જાય પરંતુ પોતાની સંસ્કૃતિને ક્યારેય છોડવી ના જોઈએ. એટલું જ નહીં, મોનિકા તો એવું પણ માને છે કે, તેના જેવા લોકો માટે સંસ્કૃતિને જાળવવી એ વધુ મોટી જવાબદારી બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp