મેં ફર્સ્ટ આવવા ખૂબ વાચ્યું છે, કોરોનાના લીધે મહેનત પર પાણી ફરી વળશે

PC: thestatetimes.com

કોરોના વૈશ્વિક મહામારીએ લોકોનું જીવન બદલી નાખ્યુ છે. હકારત્મક અને નકારાત્મક અસરો થઇ છે. લોકડાઉનમાં વિઘાર્થીઓના કાઉન્સેલીંગ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. કાઉન્સેલીંગ દ્વારા આ કપરા સમયમાં વિઘાર્થીઓને માનસિક સ્વસ્થ કરવામાં આવ્યા છે. સાથે જ તેમનું મનોબળ પણ વઘારવામાં આવ્યુ છે.

જોષીપરા મહિલા કોલેજમાં ફરજ બજાવતા ડો.શારદા વિરાણીએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે, શાળા-કોલેજે હવે અપડાઉન કેવી રીતે કરીશું, હોસ્ટેલમાં શું થશે, જેવા પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમણે ઉમેર્યુ કે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીનો ફોન આવેલો. તેણે કહ્યુ, મે ફર્સ્ટ આવવા ખૂબ તૈયારી કરી છે. હવે પરીક્ષા લીધા વગર પાસ કરાશે તો માર્કસ સારા નહીં આવે. મારી આખા વર્ષની મહેનત પાણીમાં જશે. આ અંગે તેમણે જણાવ્યું કે,કોરોના એ વ્યક્તિગત બાબત નથી, વૈશ્વિક મહામારી છે. સ્વસ્થ રહેવા અને ગભરાયા વગર પરીક્ષા આપવા માર્ગદર્શન અપાયુ હતું.

જ્યારે માણાવદર કોલેજના પ્રોફેસર ડો.વિજય પંડ્યા એ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા ક્યારે લેવાશે, લોકડાઉનમાં ઉંઘ નથી આવતી જેવા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. ડો.સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ, કોલેજના એસો.પ્રોફેસર ડો.મેઘલબેન બુચે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને લોકડાઉનમાં કંટાળો આવતો,અભ્યાસ કરવાનું મન થાય પણ વંચાતું નહીં,ને ઘરમાં રહી મજા નથી આવતી, ગુસ્સો આવ્યા કરે છે શું કરવું તે સમજાતું નથી. આવી જ વાત એકની નહીં બીજા વિદ્યાર્થીની પણ સાંભળવા મળી. ડો.મેઘલબેને કહે છે અમે તેમની વાત મુજબ માર્ગદર્શન આપ્યું. પણ હવે સામાન્ય બધા જ ને કહેવાનું કે પહેલી વાત તો એ કે મોબાઈલને લોક રાખો છો તો એ કોણ ખોલી શકે છે? તમે પોતે જ ને? તો તમારા મુડની ચાવી પણ તમારા જ નિયંત્રણ માં રાખવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ચલિત ન થઇ જવાય તેટલાં મક્કમ બનો.અને પોતાને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું પણ તેટલું જ અગત્યનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp