મહિલા IASએ ડિલીવરીના 14 દિવસ બાદ પુત્રી સાથે જોઈન કરી ડ્યૂટી

PC: twimg.com

ગાઝિયાબાદમાં એક મહિલા અધિકારીની સરકારી ઓફિસમાં દૂધપીતા બાળક સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ IAS અધિકારીના વખાણ કરી રહ્યા છે. ગાઝિયાબાદના મોદીનગરની SDM IAS સૌમ્યા પાંડેએ 14 દિવસ પહેલા એક છોકરીને જન્મ આપ્યો હતો. તેમણે ડિલીવરી પછી વધારે આરામ કરવાને બદલે ફરીથી ડ્યૂટી પર જોઈન થઈ ગયા છે. ઓફિસમાં પોતાના કામ કરવાની સાથે એક માતા તરીકેની ફરજને પણ તેઓ ઘણી સારી રીતે બજાવતા જોવા મળ્યા હતા. કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને લોકો પણ તેમના વખાણ કરતા જોવા મળ્યા છે.

એક IAS અધિકારી હોવાને કારણે તેમની ઉપર કામનો ઘણો ભાર રહે છે. કોરોના કાળમાં તેમની જવાબદારીઓ વધી ગઈ છે. તેની સાથે કોરોના કાળ દરમિયાન તેમની નવજાત બાળકીના પાલન પોષણની પણ જવાબદારી અલગથી. સૌમ્યા પાંડે આ બંને પરિસ્થિતઓને બખૂબી રીતે નિભાવતી જોવા મળી રહી છે. એટલે જ તો કદાચ કહેવામાં આવ્યું છે કે મહિલા કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પરિવાર અને લાઈફ વચ્ચે સારી રીતે બેલેન્સ કરવાનું જાણે છે. તે પોતાની નવજાત બાળકીને લઈને પોતાના કાર્યાલયમાં આવે છે અને પોતાનું કાર્ય બખૂબી કરી રહી છે. સૌમ્યાનું આ અંગે કહવું છે કે કોવિડ-19ની મહામારીને પગલે તે પોતાની સાથે બાળકીનું પણ ઘણું ધ્યાન રાખી રહી છે. પોતાના કામ દરમિયાન વારંવાર પોતાની ફાઈલ અને ટેબલને સેનેટાઈઝ કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર સૌમ્યાનો પોતાની બાળકી સાથે કામ કરતો ફોટો વાયરલ થવા પર તેણે વાત કરતા કહ્યું હતું કે, પોતાના કામમાં તેને તેના કર્મચારીઓ અને અધિકારીઓનો પૂરો સાથ મળી રહ્યો છે. મૂળરૂપે સૌમ્યા પ્રયાગરાજની નિવાસી છે અને 2017ના બેચની આઈએએસ અધિકારી છે. તેણે કહ્યું હતું કે એક અધિકારી તરીકેની મારી જવાબદારીઓથી આવા કપરા સમયમાં મોઢું ફેરવી લઉં તે શક્ય નથી અને તેની સાથે એક માતાની પણ ભૂમિકા મારે સારી રીતે ભજવવી પણ ઘણી જરૂરી છે. સૌમ્યાના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે. એક યુઝરે તેનો આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, દરેક જણાએ સૌમ્યા પાસેથી પ્રેરણા લેવા જેવી છે. 6 મહિનાની મેટરનીટી રજા લીધા વગર પુત્રીના જન્મના માત્ર 14 દિવસ બાદ ફરીથી પોતાની ડ્યૂટી જોઈન કરી લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp