જ્યારે એક નર્સે આ કારણે નવજાતને પીવડાવ્યું પોતાનું દૂધ...

PC: indiatimes.com

પશ્ચિમ બંગાળના કોલકાતાની એક હોસ્પિટલમાં જ્યારે એક નવજાતને તેની માતા પોતાનું દૂઘ નહીં પીવડાવી શકી તો ત્યાં ડ્યૂટી પર મોજૂદ નર્સે તેને પોતાનું દૂધ પીવડાવી નવી મિસાલ રજૂ કરી છે. આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના લેબર પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ડ્યૂટી પર તૈનાત ઉમા અધિકારી પણ હાલમાં જ માતા બન્યા હતા. ઉમા કહે છે કે, નવજાતની માતા, જે સી-સેક્શનમાંથી પસાર થઈ હતી, એ કારણે તે પોતાના નવજાતને દૂધ પીવડાવી શકે એમ નહોતી. બાળકને ભૂખથી રડતા તે જોઈ શકી નહીં અને તેને દૂધ પીવડાવી દીધું.

લગભગ 8 વધુ મહિલાઓ હતી, જેમણે વોર્ડમાં હાલમાં જ બાળકને જન્મ આપ્યો હતો. પણ કોરોના વાયરસના ડરને કારણે કોઈ પણ આ સમયે અન્ય બાળકને દૂધ પીવડાવવા માટે રાજી થયા નહીં. નર્સ ઉમા કહે છે કે, રાત થઈ ચૂકી હતી, બાળક ભૂખથી રડી રહ્યો હતો. હું પોતાને બાળકથી દૂર રાખી શકી નહીં. માટે મેં પોતે ને સ્તનપાન કરવાનો નિર્ણય લીધો.

ઘણી ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ

નવી નવી માતા બનેલી ઘણી મહિલાઓમાં આ ડર કોઈ કારણ વિના નથી. દરેક પ્રમુખ હોસ્પિટલોમાં કોરોના વાયરસનો ખતરો છે. જે હોસ્પિટલોમાં મહિલાઓ કોરોના પોઝિટિવ સામે આવી છે, તેમાં આરજી કર હોસ્પિટલ પણ સામેલ છે. જ્યાં આવા 3 મામલા સામે આવ્યા છે. મેડિકલ કોલેજ હોસ્પિટલ, એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કેપીસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ચિત્તરંજન સેવા સદન અને શહેરની અમુક ખાનગી હોસ્પિટલોમાં પણ ગર્ભવતી મહિલાઓના કોરોના પોઝિટિવ થવાના 30થી વધારે કેસો સામે આવ્યા છે.

ઉમાએ કરાવ્યું સ્તનપાન, પતિ થયા ચિંતિત

જ્યારે ઉમાએ તે નવજાતને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું તો તે સમયે તેના પતિ શાંતનુ મૈતીએ તેને ફોન કર્યો. તેમનો 8 મહિનાનો માસૂમ દીકરો પોતાની માતાને વીડિયો કોલમાં જોયા વિના સૂતો નથી. પણ ઉમાએ ફોન ઊચક્યો નહોતો અને ટેક્સ મેસેજ કરી જણાવ્યું હતું કે, એક બાળકની સ્તનપાન કરાવી રહી છે. ઉમા કહે છે, પતિ શાંતનુ જરા ચિંતિત હતા, કારણ કે બીજા દિવસે સવારે મારે મારા દીકરાને સ્તનપાન કરાવવાનું હતું. પણ મેં તેને આશ્વાસન આપ્યું કે હું દરેક હાઈજીન પ્રોટોકોલનું પાલન કરી રહી છું. પોતાની વાતને સાબિત કરવા માટે ઉમાએ એક સેલ્ફી પણ મોકલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp