1 કરોડ જીતનારા મહિલા રૂ. 1500ની નોકરી નહીં છોડે, જાણો શું કરશે 1 કરોડ રૂપિયાનું

PC: youtube.com

તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં એક કરોડ રૂપિયા જીતનારા અમરાવતીના બબિતા તાડેએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તેઓ એક કરોડ રૂપિયા જીતી ગયા હોય, પરંતુ તેઓ મહિને 1500 રૂપિયાની નોકરી વાળું મધ્યાહન ભોજનનું કામ નહીં છોડે. બબિતા સંતોષ તાડેએ કહ્યું હતું કે, મારા સાસરે એક ભગવાન શિવનું મંદિર છે, જે જર્જરિત થઇ ગયું છે. હું જીતેલી રાશિમાંથી પહેલા આ મંદિર વ્યવસ્થિત બનાવીશ. આ ઉપરાંત હું મારા બાળકોને ખૂબ ભણાવીશ. મારા પતિ પાસે જૂનું બાઇક છે તેમના માટે નવું બાઇક લઇશ અને મીડ ડે મીલનું કામ તો હું ચાલું જ રાખીશ.

શાળામાં ખીચડી બનાવી મહિને 1500 રૂપિયા કમાતી મહિલાએ KBCમાં 1 કરોડ રૂપિયા જીત્યા

KBC 11 ને તેમનો પહેલો કરોડપતિ ગયા અઠવાડિયે જ મળી ગયો હતો, જેનું નામ સનોજ રાજ હતું. હવે KBC ને તેની પહેલી કરોડપતિ મહિલા મળી ગયા છે, જેમનું નામ છે બબિતા તાડે.

kaun banega crorepati 11 winner 
Winner Babita Subhash Tade Says She Will Not Left Mid Day Meal Job

સોની ટેલિવિઝને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. તે વીડિયોમાં બબિતાની કરોડપતિ બનવાની કહાણીની એક ઝલક દેખાડવામાં આવી છે. બબિતા અમરાવતીમાં રહે છે. આવનારા અઠવાડિયામાં તે શોમાં જોવા મળશે. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. જ્યારે બચ્ચને તેમનું પૂછ્યું કે તેઓ મહિનામાં કેટલું કમાય છે, તો તેનો જબાવ આપતા બબિતા હસતા કહે છે, 1500 રૂપિયા. આ સાંભળી બચ્ચન પણ ચોંકી જાય છે. માત્ર 1500 રૂપિયા મહિને!!

બબિતા સરકારી સ્કુલમાં ખિચડી બનાવવાનું કામ કરે છે. બાળકોને તેમની રસોઈ ઘણી પસંદ છે. KBC માં અત્યાર સુધીમાં એવા ઘણાં લોકો આવ્યા છે જેઓ અન્યને માટે પ્રેરણારૂપ બની શકે છે. બબિતા પણ તે વ્યક્તિમાની એક છે. હાલાત કેવા પણ હોય જો તમારું મનોબળ મજબૂત હોય તો તમને કોઈ રોકી શકતું નથી.

આની સાથે જ KBC 11 માં બબિતા ટાડે બીજા એવા સ્પર્ધક બની ગયા છે જેમણે 1 કરોડ રૂપિયા જીત્યા. અને પહેલી મહિલા કરોડપતિ જેમણે KBC 11 માં આ ઉપલબ્ધિ હાંસલ કરી. બિહારનો સનોજ રાજ ગયા અઠવાડિયે જ 1 કરોડ રૂપિયા જીતીને ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp