બાળકો અને મહિલાઓની તસ્કરીના કેસો દેશના આ શહેરોમાં સૌથી વધારે નોંધાયા

PC: publicbroadcasting.net

બાળકો અને મહિલાઓની તસ્કરીના સૌથી વધુ કેસો મુંબઈ, કોલકાતા અને ઇન્દોર જેવા શહેરોમાં નોંધાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા પરથી આ માહિતી મળી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશન પર બાળકો અને મહિલાઓના ગાયબ થવા અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2011માં એક પેનલની રચના કરી હતી, જેણે 2019માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પેનલ દ્વારા સુપ્રીમ કોર્ટને સૂચવવામાં આવ્યું છે કે ગુમ થયેલ બાળકો અને મહિલાઓનો ડેટા એકત્રિત કરવા માટે NCRBને આદેશ આપશે જેથી વધુ તસ્કરીવાળા વિસ્તારો ઓળખી શકાય. NCRBના અધ્યયન મુજબ, બળજબરીથી લગ્ન, બાળ મજૂરી, ઘરેલું હિંસા અને જાતીય શોષણ જેવી બાબતો તસ્કરીના મુખ્ય કારણો હતા.

યુનાઇટેડ નેશન્સ ઓફ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) ગ્લોબલ દ્વારા 2018માં ટ્રાફિકિંગ અંગેનો એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમાં જણાવાયું છે કે જાતીય શોષણ માટેની તસ્કરીનો ભોગ બનેલી મોટા ભાગની મહિલાઓ છે. બળજબરીથી મજૂરી માટે તસ્કરી કરાયેલા આશરે 35% પીડિત મહિલાઓ છે. જેમાં મહિલાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ હતો. જો કે, મજબૂરીથી મજૂરી કરનાર અડધાથી વધુ લોકો પુરૂષો હતા. મધ્યપ્રદેશમાં સૌથી વધુ બાળકોના ગાયબ થવાના બનાવો હતા જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું છે. વર્ષ 2016-18ની વચ્ચે બાળકો અને મહિલાઓ બંને ગાયબ થવાના મામલે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે હતું.

રિપોર્ટ અનુસાર, મુંબઇ, પુણે અને થાણે કમિશનરેટ્સ તસ્કરીના કેસોના નિપટારામાં સૌથી નબળા હોવાનું જણાય છે. મુંબઈ કમિશનરેટે 2017 અને 2018 દરમિયાન અનુક્રમે 4,718 અને 5,201 સ્ત્રીઓ ગુમ થયાના સૌથી વધુ નોંધાયા છે. પૂણે કમિશનરેટ બંને વર્ષે અનુક્રમે 2,576 અને 2,504 કેસ સાથે બીજા ક્રમે હતું.

પશ્ચિમ બંગાળમાં 2018માં, 2,584 મહિલાઓ ગુમ થયાના કેસ નોંધાયા છે. રાજ્યનો નાદિયા જિલ્લો ગુમ થયેલી મહિલાઓના 2,468 કેસ સાથે બીજા ક્રમે હતો. મધ્યપ્રદેશનો ઈન્દોર જિલ્લો 2017 અને 2018માં અનુક્રમે 1,755 અને 2,458 ગુમ થયેલી મહિલાઓ સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. ઈન્દોર પણ 2017 અને 2018 દરમિયાન સૌથી વધુ ગુમ થયેલ બાળકોની અનિચ્છનીય સૂચિમાં મોખરે હતો. 2017માં 596 અને 2018માં 823 બાળકો ગુમ થયા હતા. એ જ રીતે, પશ્ચિમ બંગાળના કોલકાતામાં સૌથી વધુ 989 ગુમ થયેલા બાળકો હતા. નાદિયા જિલ્લામાં 2017 માં 291 અને 2018 માં 474 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp