26th January selfie contest

10માંથી 1 મહિલા PCODની છે શિકાર, જાણો આ સમસ્યાને કંટ્રોલ કરવાનો ઉપાય

PC: timesofindia.indiatimes.com

આજના સમયમા ઊંઘ પૂરી ન થવાથી, ન્યુટ્રિશનનો અભાવ અને તણાવને લીધે મહિલાઓના હોર્મોન્સ બગડવા લાગે છે. આ અસંતુલિત હોર્મોન્સ કેટલીક બીજી બીમારીઓને નોતરે છે અને તેમા જે સૌથી વધારે ઝડપથી વધી રહી છે એ છે PCOD એટલે કે પોલી સિસ્ટિક ઓવરી ડિસઓર્ડર. આંકડાઓ અનુસાર આપણા દેશમાં દર 10માંથી 1 મહિલા PCODની શિકાર છે. PCOD ઓવરી સાથે જોડાયેલી બીમારી છે જેમાં ઓવરીમાં ગાંઠ એટલે કે સિસ્ટ બની જાય છે.

જો સમય પર હોર્મોનને સંતુલિત કરવામા નહીં આવે તો નાની ઉંમરમાં વજન વધવું, ડાયાબિટીઝ, હાર્ટ એટેક, હાઇ કોલેસ્ટેરોલ, હાઇબીપી અને ડિપ્રેશનની પરેશાની સાથે સાથે આગળ જતાં પ્રેગ્નેન્સી પણ મુશ્કેલી આવી શકે છે. જો તમારા પિરિયડ અનિયમિત છે, ચહેરા પર પિંંપલ્સ આવે છે, વજન કારણ વગર વધી રહ્યું છે,  પ્રેગનેન્સીમાં પરેશાની આવી રહી છે તો તમારે એલર્ટ થવાની જરુર છે, કેમકે આ લક્ષણો PCODના હોય શકે છે. ભલે ટ્રેડિશનલ દવાઓથી PCODની સારવાર નથી થતી, પરંતુ યોગ, આયુર્વેદથી PCODની સારવાર જરુર કરી શકાય છે.

PCODથી છુટકારો મેળવવાના આયુર્વેદિક ઉપાય:

દાલચીની:

દાલચીની સ્વાદમાં થોડી મીઠી અને તીખી હોય છે. એમાં ભરપૂર માત્રામાં થાઇમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામિન, કેલ્સિયમ ,મેંગેનીઝ, પોટેશિયમ, નિઆસીન, કાર્બોહાઇડ્રેટ વગેરે મળે છે. જેનાથી તમને વજન ઓછું કરવામા મદદ મળશે. તે માટે રોજ 1-2 ચમચી ગરમ પાણીમાં મેળવીને રોજ પીવાથી લાભ થશે.

ફૂદીનો:

ફૂદીનામાં મળનારા તત્વ જે તમારું ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર નીચે લાવે છે. એની સાથે શરીરમાંથી નીકળનારા વધારાના વાળ ઓછા કરવામા મદદ કરે છે. એના માટે તમે ફૂદીનાની ચા પી શકો છો. 1 કપમાં 8-9 ફૂદીનાના પાન નાખીને ઉકાળી લેવા એને ગાળીને પી લેવું.

મુલેઠી:

સ્વામી રામદેવ અનુસાર, મૂલેઠીના મૂળના પવાડરમાં ઓવ્યુલેશનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે તેની સાથે જ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. એટલે તમે એક ચમચી મૂલેઠીના પાવડરને એક કપ પાણીમાં નાખીને ઉકાળી લો. તેનું સેવન કરવાથી લાભ થશે.

તુલસી:

તુલસીમાં એન્ટિ-એન્ડ્રોજેનિક ગુણ જોવા મળે છે જે તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. તેના માટે એક તપેલીમાં 8-10 તુલસીના પાંદડા નાખીને ઉકાળો બનાવી લેવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp