ગ્રહણ કાળમાં ગર્ભવતી મહિલાઓએ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

PC: amarujala.com

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને જ અશુભ માનવામાં આવ્યા છે. જેમનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. 5 જુનમાં જયેષ્ઠ પૂર્ણિમાના દવિસે ચંદ્ર ગ્રહણ થવાનું છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘણા બધા કાર્યો વર્જિત હોય છે. કહેવામાં આવે છે કે, આ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખૂબ જ વધુ રહે છે. આથી, કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે વધુ સતર્ક રહેવાનું હોય છે. જેથી ગ્રહણનો ખરાબ પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર ના પડી શકે.

ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે ભગવાનનું મનમાં ધ્યાન કરવું જોઈએ. મંત્ર જાપ કરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર પણ નીકળવું ના જોઈએ. એવી માન્યતા છે કે, ગર્ભવતી મહિલાઓ જો ગ્રહણ જોઈ લે તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જેને કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે નથી થઈ શકતો. જેને કારણે શિશુ ગંદા લાલ ચિહ્નોને લઈને જન્મે છે.

આમ તો ગ્રહણ દરમિયાન સૂવાની પણ મનાઈ હોય છે, પરંતુ બીમારી અને પ્રેગ્નેન્સી દરમિયાન જો જાગવું સંભવ ના હોય તો ઈશ્વરનું ધ્યાન કરીને તમે સૂઈ શકો છો. ગર્ભવતી મહિલાઓએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ગ્રહણ કાળના સમયે પ્રેગ્નન્ટ મહિલાઓએ કોઈપણ ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પૂ, કાતર, સોંય વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે, આ બધી બાબતોનું ધ્યાન ના રાખવાથી શિશુના કોઈ અંગને હાનિ પહોંચી શકે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ પોતાની પાસે એક શ્રીફળ રાખવું જોઈએ. એવું કરવાથી નકારાત્મકતા નથી આવતી. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે કપડાંને સિલાઈ પણ ના કરવી જોઈએ. આ ઉપરાંત, નકારાત્મકતાને દૂર કરવા માટે ગર્ભવતી મહિલાઓએ તુલસીનું પાન જીભ પર મુકીને હનુમાન ચાલીસા અથવા દુર્ગા સ્તુતિનો પાઠ કરવો જોઈએ.

એવી માન્યતા છે કે, ગ્રહણ પૂર્ણ થઈ ગયા બાદ ગર્ભવતી મહિલાએ સ્નાન ચોક્કસપણે કરવું જોઈએ, નહીં તો શિશુને ત્વચા સંબંધી રોગ થઈ શકે છે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બનાવવામાં આવેલું ભોજન કરવાથી બચવું જોઈએ. કહેવાય છે કે, આ સમયમાં બનાવવામાં આવેલું ભોજન હાનિકારિક કિરણોને કારણે દૂષિત થઈ ગયું હોય છે. એવામાં ઘરે બનાવવામાં આવેલા ભોજનમાં તુલસીના પાન મુકી દો. આમ કરવાથી ગ્રહણ બાદ પણ ભોજન શુદ્ધ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp