IAS બની મનરેગા મજૂરની દીકરી, પૈસા વિના આ આદિવાસી યુવતીએ આ રીતે કર્યો અભ્યાસ

PC: toiimg.com

ગયા વર્ષે જ્યારે UPSC પરીક્ષાનું પરિણામ આવ્યું તો તેમાં ઘણાં એવા ચહેરાઓ સામે આવ્યા, જેમણે કપરી પરિસ્થિતિમાં પરીક્ષા પાસ કરી હતી. તેમાંથી એક નામ છે શ્રીધન્યા સુરેશનું, જે કેરળના વાયનાડ જિલ્લાની રહેવાસી છે. 2018માં લેવાયેલી UPSC પરીક્ષામાં તેણે 410મો રેન્ક હાંસલ કર્યો હતો.

શ્રીધન્યા સુરેશ કેરળની પહેલી આદિવાસી યુવતી છે, જેના પિતા મનરેગામાં મજૂરી કામ કરતા હતા અને અન્ય સમયમાં ધનુષ-તીર વેચતા હતા. તેમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. થોડા સમય પહેલા તેમના પરિવારને સરકાર તરફથી ઘર બનાવવા માટે જમીન મળી હતી. પણ જમીન મળ્યા બાદ તેમની પાસે પૈસાની અછત હતી. જેથી તેમનો પરિવાર ઘર નહોતું બનાવી શક્યા.

જ્યારે શ્રીધન્યા પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી ત્યારે તે કાચા મકાનમાં પોતાના માતા-પિતા અને બે ભાઈ-બહેનો સાથે રહેતી હતી. તેના માતા-પિતા ગરીબ હતા. પણ પૈસાની અછતને શ્રીધન્યાએ તેના અભ્યાસની વચ્ચે આવવા દીધું નહીં. તેણે કોઝીકોડના સેંટ જોસેફ કોલેજથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી, ત્યાર બાદ તે કોલેજમાંથી જૂલૉજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી.

ભણતર પૂરું કર્યા બાદ તે અનુસૂચિત જનજાતિ વિકાસ વિભાગમાં ક્લાર્કના પદે કામ કરવા લાગી. ત્યાર બાદ તેણે વાયનાડના એક આદિવાસી હોસ્ટલમાં વોર્ડન તરીકે કામ કર્યું. ત્યાં જ તેને UPSCની પરીક્ષા આપવા માટે મોટિવેટ કરવામાં આવી.

જણાવી દઈએ કે, ત્રીજા પ્રયાસમાં તેનું સિલેક્શન ઈન્ટરવ્યૂ આપવા માટે થઈ ગયું હતું, પણ ઈન્ટરવ્યૂ દિલ્હીમાં હતું. ત્યાં સુધી જવા માટે તેની પાસે પૈસા નહોતા. માટે તેના મિત્રોએ પૈસા ભેગા કરી તેને દિલ્હી માટે મોકલી.

શ્રીધન્યાએ દિલ્હી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું રાજ્યના સૌથી પછાત જિલ્લામાંથી આવું છું. ત્યાંથી કોઈ આદિવાસી IAS અધિકારી નથી. પણ ત્યાં મોટી સંખ્યામાં લોકોની વસતી છે. મને આશા છે કે આ બાબત આવનારી પેઢીઓ માટે દરેક બાધાઓને દૂર કરવામાં એક પ્રેરણા બનીને કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp