છોકરીઓ એકલામાં Google પર સૌથી વધુ શું કરે છે સર્ચ? રિપોર્ટમાં થયો ખુલાસો

PC: india.com

ભારતમાં 2020માં 749 મિલિયન કરતા વધુ ઈન્ટરનેટ યુઝર્સ હતા, જેની કુલ સંખ્યા 2040 સુધી 1.5 બિલિયન સુધી પહોંચવાની આશા છે. સ્ટેટિસ્ટા એનાલિસિસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોટાભાગના યુઝર્સ પોતાના મોબાઈલ ગેજેટ્સના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમજ, દેશમાં પુરુષોની સરખામણીમાં ઈન્ટરનેટ સુધી પહોંચ રાખનારી મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. ગ્રામીણ ભારતમાં મહિલા ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ, સારા સમાચાર એ છે કે નાણાકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં મહિલા યુઝર્સની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2011ના ચોથા ત્રિમાસિકમાં કુલ 825 મિલિયન યુઝર્સમાંથી આશરે 43-45% મહિલાઓ હતી. તેનાથી અલગ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મહિલા ઈન્ટરનેટ યુઝર્સની સર્ચ હિસ્ટ્રીમાં શું હોઈ શકે છે? હાલમાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, 75% મહિલાઓ 15-34 વર્ષની શ્રેણીમાં આવે છે 31% ટીનેજર્સ ફિટ રહેવા માટે ડાયટ અને અન્ય વસ્તુઓ શોધે છે. 17% સેક્સ, ડિપ્રેશન અને ડ્રગ્સ સંબંધી વિષયો પર સર્ચ કરે છે.

આ ઉપરાંત, મહિલાઓ દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા રિઝલ્ટમાંથી એક હતું રિલેશનશિપ. સર્વે અનુસાર, તેમાંથી મોટાભાગની મહિલાઓ સંબંધો સાથે સંકળાયેલા વિષય સર્ચ કરે છે. દિલ તૂટવાના કેસમાં તેમાંથી કઈ રીતે બહાર આવવું તે સંબંધી સલાહ શોધે છે. આ ઉપરાંત, મહિલા યુઝર્સ કરિયર સાથે સંબંધિત કન્ટેન્ટ પણ સર્ચ કરે છે. કરિયર અને સ્કૂલ વિશે જાણકારી લેવા માટે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વધુ સંખ્યા છે. કેટલાક મુખ્યરીતે હાઈ એજ્યુકેશન કોર્સ અને ઈન્સ્ટીટ્યૂશન સર્ચ કરે છે, જ્યાં તેઓ સ્ટડી કરી શકે.

અન્ય એક બાબત જે મહિલા ઈન્ટરનેટ યુઝર્સના સર્ચમાં સૌથી ઉપર છે તે છે ફેશન અને સુંદરતા. એ આશ્ચર્યની વાત નથી કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓનો ફેશનમાં ત્રણ ગણો વધુ રસ છે. છોકરીઓ ઓનલાઈન સ્ટોરમાંથી કપડાં ખરીદે છે કારણ કે, તે તમામ સાઈઝ અને ક્વોન્ટીટી સાથે સહજ હોય છે.

આ ઉપરાંત, દેશી નુસ્ખા, DIY, ગોરા બનવાના હેક્સ, ઘરે વેક્સિંગ કઈ રીતે કરવું વગેરે ઘરેલૂં નુસ્ખા અને બ્યૂટી ટ્રીટમેન્ટ વિશે પણ ખૂબ જ વધુ સર્ચ કરવામાં આવે છે. તેમા ઘણા સર્ચ રિઝલ્ટ ફેશન સાથે સંકળાયેલી જાણકારી પણ હોય છે. તેમા મહેંદી ડિઝાઈન, રંગોળી ડિઝાઈન, હોમ ડેકોર ડિઝાઈન વગેરે ખૂબ જ વધુ સર્ચ કરવામાં આવે છે. તેમા સૌથી વધુ મહેંદી ડિઝાઈન છે. તેમજ રોમેન્ટિક ગીતો અને રોમેન્ટિક શાયરીઓ પણ વધુ સર્ચ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp