લોકડાઉનઃ દિવ્યાંગ પતિને પીઠ પર લાદી કાનપુરથી મહારાષ્ટ્ર લઈ ગઈ પત્ની

PC: amarujala.com

ઉત્તર પ્રદેશમાં કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર મંગળવારે પતિ-પત્નીની વચ્ચેના અતૂટ પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી. ઉગ્ર ગરમીમાં માથા પરથી ટપકતો પરસેવો અને પીઠ પર પોતાના પતિને લાદી મહિલા જ્યારે કાનપુર સેન્ટ્રલ પહોંચી તો સૌ કોઈ તેને જોતા રહી ગયા. સેન્ટ્રલ પર રાહ જોયા પછી પણ પતિને લઈ જવા માટે આસપાસ કોઈ સાધન ન દેખાયું તો મહિલાએ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો. પતિ ચાલવામાં અસમર્થ હતો તો મહિલા તેનો સહારો બની અને તેને પીઠ પર લાદી પ્લેટફોર્મ સુધી લઈ ગઈ.

કેસ્કોમાં વીજળી ઠેકેદારના આધીન કામ કરનારા શ્રમિક દીપક માટે તેની પત્ની તેને નવું જીવન આપી રહી છે. દોઢ મહિના પહેલા ફઝલગંજમાં કેસ્કોમાં કામ કરતા સમયે એક અકસ્માતમાં શ્રમિક દીપકના બંને પગ તૂટી ગયા હતા. હમણા થોડા દિવસ પહેલાજ પ્લાસ્ટર ખોલ્યું છે તો જાણ થઈ કે તે ચાલી શકવામાં સક્ષમ નથી. એવામાં તેનો સહારો દીપકની પત્ની જ્યોતિ બની છે. તેઓ મહારાષ્ટ્રના જલગામના રહેવાસી છે, જે અહીં કામ કરવા માટે આવ્યા હતા. લોકડાઉન પછી તેઓ પોતાના ઘરે જવા માગે છે.

સોમવારથી જ્યોતિ પોતાના પતિની સાથે ટ્રેનથી જવા માટે સ્ટેશન પર જ રોકાઈ છે. દીપકને તેની જરૂરત માટે લાવવો લઈ જવાનું કામ પત્ની જ્યોતિ જ કરે છે. જ્યોતિ દીપકને ખભે લાદીને તેને લઈ જાય છે. મંગળવારે તે પુષ્પક એક્સપ્રેસથી પોતાના પતિને લઈ મુંબઈ માટે રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ લોકડાઉનને કારણે શ્રમિક વર્ગના લોકો પર ખૂબ જ મોટી માર પડી છે. લોકડાઉનમાં કામ ધંધા બંધ થઈ જવાના કારણે તેમના રહેવાના અને રોજી-રોટી ચલાવવાના ફાં-ફાં પડી રહ્યા છે. જોકે, હવે અનલોક 1 ચરણ શરૂ થઈ ગયું છે. જેમાં સરકારો તરફથી ઘણી છૂટો આપવામાં આવી છે. છતાં આર્થિક મુશ્કેલીના કારણે ઘણાં કારખાના અને ઈન્ડસ્ટ્રીઓ તેમના અડધા ઉપરના કારીગરોને છૂટા કરી રહી છે. એવામાં તેમના માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp