ભારત સામે હાર્યા બાદ પાક કેપ્ટને કેટલાક ખેલાડીઓ પર લગાવ્યો મોટો આરોપ, રિપોર્ટ

PC: amazonaws.com

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં રવિવારે ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન તરફથી નવી-નવી વાર્તાઓ અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક પાક. ટીવી ચેનલે ખુલાસો કર્યો છે કે, ટીમની દરેક હાર ખેલાડીઓની એકબીજા સાથેના જૂથવાદનું પરિણામ છે, ત્યારે એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, કેપ્ટન સરફરાઝ પોતે આઉટ થયા બાદ એટલો બધો ગુસ્સામાં હટો કે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં જતા જ સરફરાઝે પોતાનું ટેમ્પર ગુમાવ્યું અને તે કેટલાક ખેલાડીઓ પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. કેપ્ટન સરફરાઝે કેટલાક ખેલાડીઓ પર તેની વિરુદ્ધ જૂથવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન ટીમમાં જૂથવાદનો ઉલ્લેખ બે-ત્રણ ચેનલોએ પોતાના રિપોર્ટમાં કર્યો છે.

એક ચેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચતા જ સરફરાઝ ખેલાડીઓ પર ગુસ્સે થઈ ગયો. તેણે ઈમાદ વસીમ અને ઈમામ-ઉલ-હક પર તેની વિરુદ્ધ જૂથવાદ અને તેને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો. બીજી એક ચેનલના રિપોર્ટમાં જણાવાયું હતું કે, પાકિસ્તાની ટીમ ઘણા ગ્રુપોમાં વહેંચાયેલી હતી. એક ગ્રુપની આગેવાની મોહમ્મદ આમિર કરી રહ્યો છે, તો બીજા ગ્રુપનો નેતા ઈમાદ વસીમ છે, જે કેપ્ટન સરફરાઝને નીચો બતાવવા માગે છે.

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ એક પ્રસિદ્ધ એક્ટર અને ક્રિકેટપ્રેમીએ એક વીડિયો મેસેજ પ્રસિદ્ધ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં તેણે શોએબ મલિક, ઈમાદ, ઈનામ અને બાબર આઝમ સહિત કેટલાક ખેલાડીઓ પર કેપ્ટન સરફરાઝ વિરુદ્ધ જૂથવાદ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ જ બધી બાબતોને કારણે ટીમમાં સમસ્યા ઊભી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp