ભારત-પાકિસ્તાન મેચ પર અમિત શાહની સ્ટ્રાઇકવાળી ટ્વીટ પર પાકિસ્તાની સેના બોખલાઈ

PC: twitter.com/AmitShah

વર્લ્ડ કપની મેચમાં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાની ફેન્સ તો ઠીક પણ પાકિસ્તાની સેના પણ બોખલાઇ ગઈ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું મેચમાં હાર બાદ કહેવું છે કે, મેચને સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડીને ન જોવામાં આવે.

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રિલેશન્સના મહાનિદેશ આસિફ ગફુરે સોમવારના રોજ ભારતના હોમ મિનિસ્ટર અમિત શાહની ટ્વીટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારતથી પાકિસ્તાનને મળેલી હાર અને દેશોની બોર્ડર પર થયેલી લડાઇની વચ્ચે તુલના ન કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ભારતની જીત બાદ ટ્વીટ કરી હતી કે, ટીમ ઇન્ડિયા દ્વારા પાકિસ્તાન પર એક વધુ સ્ટ્રાઇક અને રિઝલ્ટ એકસમાન. આ શાનદાર પ્રદર્શન માટે સમગ્ર ટીમને શુભેચ્છા. દરેક ભારતીય ગૌરવનો અનુભવ કરી રહ્યો છે અને આ પ્રભાવશાળી જીત પર જશ્ન થઇ રહ્યો છે.

ગફુરે પોતાના ટ્વીટર અકાઉન્ટના માધ્યમથી કહ્યું હતું કે, પ્રિય અમિત શાહ, હા, તમારી ટીમે એક મેચ જીતી. સારું રમ્યા. બે બિલકુલ અલગ-અલગ વસ્તુઓની તુલના ન કરી શકાય, તેવી જ રીતે સ્ટ્રાઇક અને મેચની તુલના ન કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp