ન્યૂઝીલેન્ડમાં ગુજરાતના 2001ના ભૂકંપ કરતા પણ મોટો ઝટકો, સુનામીની ચેતવણી

PC: earthsky.org

ન્યૂઝીલેન્ડમાં 4 માર્ચના રોજ બપોરે 8 કલાકમાં 3 મોટા ભૂકંપ આવ્યા છે. ત્રણેય ભૂકંપની તિવ્રતા ઘણી વધારે હતી જેના પગેલ મોટા નુકસાનની આશા રાખવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નુકસાન થયા હોવાની ખબર મળી નથી. પહેલો ભૂકંપ 7.3ની તિવ્રતાનો, બીજો ભૂકંપ 7.4ની તિવ્રતાનો અને તેના પછી 8.1ની રિચેલ સ્કેલથી ન્યૂઝીલેન્ડની ધરતી કાંપી ઉઠી હતી. આ ભૂકંપનો ઝટકો 2001મા ગુજરાતમાં આવેલા ભૂકંપના ઝટકાથી પણ મોટો હતો. ગુજરાતના કચ્છમાં 2001મા 7.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો.

તેના પછી તોકોમારુ ખાડીમાં સુનામીની નાનકડી લહેરો જોવા મળી હતી. દક્ષિણ પ્રશાંત સાગરથી લઈને મધ્ય અમેરિકા સુધી સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ભૂકંપ અને સુનામીને કારણે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મધ્ય અને દક્ષિણ અમેરિકા સુધી પ્રાકૃતિક આપદાઓનો ખતરો વધી ગયો છે. નેશનલ વેધર સર્વિસ પેસિફિક સુનામી સેન્ટરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે.

કહેવામાં આવ્યું છે કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકાની આસપાસના દ્વીપો પર 1 થી 3 મીટર ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે. તેના પછી લોકોને ઊંચાઈવાળા સ્થળોએ જવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઘણી જ દુર્લભ સ્થિતિ છે જ્યારે 482 કિમીના ક્ષેત્રફળમાં 8 કલાકથી ઓછા સમયમાં 3 તાકતવર ભૂકંપ આવે. પહેલા બે ભૂકંપ વચ્ચેની દૂરી ઘણી વધારે હતી. બંનેનો એકબીજા સાથે સંબંધ નહતો. પરંતુ એ માનવામાં આવી રહ્યું છે કે બીજા ભૂકંપને કારણે જ ત્રીજો ભૂકંપ આવ્યો છે. જેનું કારણે ટેક્ટોનિક્સ પ્લેટ્સનું ખસવાનું માનવામાં આવી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડની સૌથી નજીક 7.4ની તીવ્રતાનો પહેલો ભૂકંપ હતો. તેના કારણે ટેક્ટોનિક પ્લેટમાં હોરિઝોન્ટલ દબાવ બન્યો છે. પરંતુ તેનાથી સુનામીનો ખતરો એટલો બધો વધારે નથી. તેના પછી બીજો ભૂકંપ 7.3ની તીવ્રતાનો આવ્યો. આ ઓછી ઊંડાણનો ભૂકંપ હતો. તેના કારણે પેસિફિક ટેક્ટોનિક પ્લેટમાં હલચલ થઈ. તેણે ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટને હલાવી દીધી. જેના કારણે ત્રીજો ભૂકંપ પહેલા બે કરતા વધારે તીવ્રતાનો આવ્યો. આ ભૂકંપ 8.1નો હતો. તેના કારણે સુનામીની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, 8.1ની તીવ્રતાનો ભૂકંપ 7ની તીવ્રતાના ભૂકંપથી 30 ઘણો વધારે ઉર્જા રીલિઝ કરે છે. આ 26 મે 20194માં પેરુમાં આવેલા 8.0ની તીવ્રતાથી પણ વધારે ખતરનાક હતો પરંતુ હજુ સુધા આ ભૂકંપથી કોઈના માર્યા જવાના, ઘાયલ થવાના અથવા કોઈ રીતના નુકસાનના સમાચાર મળ્યા નથી. ઈક્વાડોર, કોસ્ટા રિકા, નિકારાગુઆ, મિક્સિકો, ચિલી, કોલંબિયા અને પેરુ સહિત ઘણા વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આશંકા હતી કે સુનામીના મોજા ગુરુવાર રાતેથી લઈને શુક્રવાર સવાર સુધીમાં આ વિસ્તારોમાં પહોંચી શકે છે પરંતુ હજુ સુધી કોઈ પણ વિસ્તારમાં સુનામી આવી હોવાની ખબર મળી નથી. આ ભૂકંપ કર્માડેક આઈલેન્ડની પાસે આવ્યો હતો, જે ન્યૂઝીલેન્ડના ઉત્તર-પૂર્વમાં 804 થી 904 કિમી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp