પાકિસ્તાનીની સમજણને કારણે ભારતનું વિમાન ક્રેશ થતા બચ્યું

PC: propakistani.pk

ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તાણભર્યું વાતાવરણ ચાલી રહ્યું છે. પણ જ્યારે માનવીય સ્તરની વાત આવે ત્યારે બંને દેશો પાછા હટતા નથી. આવું જ કાંઈ કરાચીમાં જોવા મળ્યું. પાકિસ્તાનની સિવિલ એવીએશન ઓથોરીટિના એક એર ટ્રાફિક કંટ્રોલરે ભારતના પાયલટને ચેતવણી આપીને ક્રેશ થતાં બચાવી લીધા હતાં.

ભારતનાએક વિમાન જયપુરથી ઓમાનની રાજધાની મસ્કત માટે ઉડાન ભરી હતી. દક્ષિણ સિંધ પ્રાંતના ચોર વિસ્તારમાં વિમાનનો સામનો ખરાબ મોસમ સાથે થયો હતો. વિમાનમાં 150 મુસાફરો સવાર હતા. વિમાન કરાચી ક્ષેત્ર ઉપર ઉડી રહ્યું હતું. તે સમયે વિમાન અચાનક વીજળીની ઝપેટમાં આવી ગયું હતું. ત્યારે વિમાન લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

વીજળીની ઝપેટમાં આવ્યા બાદ વિમાન 34 હજાર ફૂટ પર નીચે આવી ગયું હતું. આ કારણે પાયલટે ઇમરજન્સી પ્રૉટોકોલ જાહેર કર્યો હતો અને નજીકના એર સ્ટેશનને ખતરા અંગે સૂચના આપી હતી. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે ભારતના પાયલટનો સંદેશ સાંભળીને તેની તાત્કાલિક મદદ કરી હતી, જેના કારણે ખતરો ટળી ગયો હતો.

પાકિસ્તાને 5 મહિના સુધી તેની એર સ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી. ત્યાર બાદ 16 જુલાઈના રોજ પાકિસ્તાને એર સ્પેસ ખોલી હતી. બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને 26મી ફેબ્રુઆરીના રોજ પોતાની એર સ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી.

ગયા મહિને કાશ્મીર મુદ્દાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયાની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રીના VVIP વિમાન માટે પાકિસ્તાને પોતાની એર સ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp