પાર્ટીમાં મહિલાએ કહ્યું-મને કિસ કર, ના પાડવા પર યુવકને મારી દીધી ગોળી

PC: independent.co.uk

રિલેશનશીપની તમામ ઘટના મોટા ભાગે ચર્ચામાં બની રહે છે. ઘણી વખતે કપલના જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે આ ત્રણેય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ જાય છે. અથવા તો કપલ અલગ થઈ જાય છે અથવા તો ત્રીજી વ્યક્તિને નુકસાન થઈ જાય છે. હાલમાં જ અમેરિકામાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. જ્યારે એક કપલ એકબીજાને કિસ કરી રહ્યું હતું તો એક બીજી મહિલાએ યુવકને કહ્યું કે તે તેને કિસ કરે. ત્યારબાદ જે થયું તેનો કોઈએ અનુમાન પણ કર્યું હોય.

અમેરિકામાં 3 સંતાનોની માતાએ એક યુવકને માત્ર એટલે ગોળી મારી દીધી કેમ કે તેણે કિસ કરવાની ના પાડી દીધી હતી. મહિલા એક પાર્ટીમાં ગઈ હતી ત્યાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઉપસ્થિત એક યુવકને કહ્યું કે તે તેને કિસ કરે. જ્યારે એ યુવકે કિસ કરવાની ના પાડી દીધી તો એ મહિલાએ પાગલ થઈ ગઈ અને ગોળી ચલાવી દીધી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. ઇન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ આ ઘટના અમેરિકાના ઇલિનોય શહેરની છે. આરોપી ક્લાઉડિયા રેસિડેન્સ ફ્લોરેન્સ એક કપલના ઘરે પાર્ટીમાં પહોંચી હતી.

ત્યાં ક્લાઉડિયાએ ખૂબ દારૂ પીધો અને પછી કપલ સાથે ઝઘડો કરી પડી. તેણે યુવકને કહ્યું તે તેને કિસ કરે પરંતુ યુવકે ના પાડી દીધી. ત્યારબાદ પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરવા લાગ્યો જેથી ક્લાઉડિયા ભડકી ગઈ. ગુસ્સે ભરાયેલી ક્લાઉડિયાએ તુરંત બંદૂક કાઢી અને યુવક પર ગોળી ચલાવી દીધી. જેવી જ મહિલાએ ગોળી ચલાવી પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ. અફરતફરીના માહોલમાં કોઈએ આ બાબતની જાણકારી પોલીસને આપી દીધી. આરોપી મહિલા ઘટનાસ્થળ પરથી ફરાર થાય તે પહેલા પોલીસે તેને દબોચી લીધી.

યુવકને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડૉક્ટર તેને બચાવી ન શક્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપી મહિલા એકલી જ પાર્ટીમાં પહોંચી હતી અને તેણે ખૂબ જ દારૂ પી લીધો હતો. પ્રત્યક્ષદર્શી લોકોનું કહેવું છે કે તે વારંવાર કપલ્સની આસપાસ ફરી રહી હતી. જે યુવકને તેણે ગોળી મારી તે તેને કિસ કરવા માગતી હતી પરંતુ યુવકે ના પાડી દીધી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરી રહી છે. આરોપી મહિલાએ જે બંદૂકથી ઘટનાને અંજામ આપ્યો તે મૃતક યુવકની જ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp