ચૂંટણી પ્રચાર વચ્ચે આ દેશમાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો, હોસ્પિટલો ઉભરાઇ

PC: jagran.com

અમેરિકામાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચકયું છે. ફરીથી કોરોના પોઝિટિવના નવા કેસો વધતા લોકોમાં ચિંતા વધી છે. છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં 83 હજાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કેટલીંક હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને રાખવાની જગ્યા રહી નથી. યુરોપના દેશો પછી હવે અમેરિકામાં પણ કોરોના કેસની સંખ્યા વધતા આખી દુનિયા માટે ચિંતા વધી છે યુરોપના કેટલાંક દેશોમાં ફરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે તો અમેરિકામાં એક હોસ્પિટલમા દર્દીઓની સંખ્યા વધતા તેમને હોસ્પિટલમાં બીજા શહેરામાં શિફટ કરવાની વિચારણા ચાલી રહી છે.

જોન્સ હોપકિન્સ વિશ્વવિધાલયે જાહેર કરેલા આંકડા મુજબ અમેરિકામાં કોવિડ-19ને કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 2 લાખ 23 હજાર 995 થઇ ગઇ છે. શુક્રવારે કોરોનાના નવા 83,757 કેસ નોંધાયા હતા.જે 16 જુલાઇ ના 77,362થી વધારે છે.

અમેરિકાના ફલોરિડામાં સ્વાસ્થય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેમના બાળકોના જન્મ દિવસની પાર્ટીના આયોજન નહીં કરે. ઉત્તરી ઇડાહોમાં એક હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં હવે નવા દર્દી માટે જગ્યા રહી નથી. દર્દીઓને સિયેટલ, પોર્ટલેન્ડ, ઓરેગન, મોકલવા માટેની વિચારણા ચાલી રહી છે.

અમેરિકામાં યુરોપના દેશોની જેમ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. યુરોપમાં રોમ, પેરિસ અને અન્ય દેશોમાં નાઇટસ પાર્ટી અને મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધીમી પાડવા માટે અનેક પગલાંઓ લેવાઇ રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પ્રમુખે ઉત્તરી ગોળાર્ધ વાળા દેશોને ચેતવણી આપી છે કે, તેઓ એકદમ નાજૂક મોડ પર ઉભા છે. કારણ કે,કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેની સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. તેમણે એક સંમેલનમાં કહ્યું હતું કે હવે પછીના કેટલાંક મહિના બેહદ કઠીન રહેવાના છે.કેટલાંક દેશો ખતરનાક રસ્તા પર છે.

દક્ષિણી ડકોટામાં આદેશ જારી કરવામાં આવ્યો છે કે, 30 ઓકટોબર સુધી બિનજરૂરી યાત્રા અને બિનજરૂરી કામકાજ પર પ્રતિબંધ રહેશે. ટેકસાસના ગર્વનરે અલપાસો વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા તબીબોને ત્યાં મોકલ્યા છે.
અમેરિકાના નેતાઓ આગામી નવેમ્બર મહિનામાં આવનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વ્યસ્ત થઇ ગયા છે. અમેરિકામાં કોરોનાનું સંક્રમણ વધતું હોવા છતા આખા અમેરિકામાં લોકડાઉન કરાયું નહોતું. લોકો હવે કોરોના વેકસીનની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp