આ દેશમાં કોરોના બેકાબુ, 24 કલાકમાં 1024 મોત, અઠવાડિયાની રજા જાહેર

PC: https://health.clevelandclinic.org

કોરોના એકબાજુ આખી દુનિયામાં ઘટી રહ્યો છે પરંતુ કોઇક કોઇક દેશોમાં તે ફરી માથું ઉચકે છે. રશિયામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 1024 મોત થઇ ચૂક્યા છે. રાષ્ટ્રપતિએ હવે ત્યાં અઠવાડિયાની રજાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે લોકોના જીવ બચાવવા માટે કડક પગલા લેવા જરૂરી છે. એટલે કર્મચારીઓ માટે એક અઠવાડિયાની ચાલુ પગારે રજા જાહેર કરવામાં આવી છે. રશિયામાં હાલ સુધીમાં માત્ર 35 ટકા લોકોએ જ વેક્સિન લીધી છે. પુતિન વાંરવાર લોકોને વેક્સિન લેવાની અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો કેમ આગળ આવતા નથી તેનું તેમને પણ આશ્ચર્ય છે.

પુતિને કહ્યું કે મને ખબર નથી પડતી કે ભણેલા ગણેલા લોકો પણ વેક્સિન લેવા નથી આવી રહ્યા. તેઓ આવું કેમ કરી રહ્યા છે તેની સમજ પડતી નથી. જો લોકો વેક્સિન નહીં લે તો તેમના જ જીવનને જોખમ છે. જો કોરોનાથી લડવું હશે તો આ એક જ ઉપાય છે. હું ફરી અપીલ કરૂં છું કે લોકો વેક્સિન લઇ લે.

જોકે, છતાં વેક્સિનેશનની રફ્તાર ધીમી છે. લોકો આનાકાની કરી રહ્યા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 34000 જેટલા નવા કેસ નોંધાયા છે અને 1024 લોકોના મોત થઇ ચૂક્યા છે. આજ સુધીમાં ત્યાં 226335 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ચાઇના, અમેરિકા અને ઇંગ્લેંડ જેવા દેશોમાં ફરીથી કોરોના માથું ઉચકે છે. ત્યાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ફરીથી પ્રતિબંધ મૂકવા પડ્યા છે. એટલે ત્યાં ત્રીજી લહેરની અસર દેખાઇ રહી છે. જો ભારતની વાત કરીએ તો વસ્તીના પ્રમાણમાં અહીં કોરોના કાબુમાં છે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વેક્સિનેશનનો આંકડો એક અબજની નજીક પહોંચવા આવ્યો છે. જોકે, હજુ 10 કરોડ એવા લોકો છે જેઓ બીજી વાર વેક્સિન લેવા ગયા નથી. તેમનો સમય થઇ ગયો હોવા છતાં લેતા નથી. આવા લોકો જોખમી પૂરવાર થાય તેવું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp