શાળાએ નહોતો જવા માગતો છોકરો એટલે માતા-પિતા અને બહેનની કુહાડીથી કરી નાખી હત્યા

PC: livehindustan.com

રશિયાના એક શહેરમાં હ્રદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં રહેનારા 17 વર્ષીય બાળક વદીમ ગોરબુનોવે પોતાના માતા-પિતા અને બહેનને માત્ર એટલા માટે હત્યા કરી નાખી, કેમ કે તેઓ તેને શાળાએ જવા માટે કહી રહ્યા હતા અને તે શાળાએ જવા માંગતો નહોતો. એજ કારણે બાળકે કુહાડીની મદદથી ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા. મર્ડર કર્યા બાદ તે પોતાના ઘરથી ભાગી ગયો હતો. રશિયાની પોલીસને આ કેસનું કોકડું સોલ્વ કરવામાં ઘણો સમય લાગી ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બાળકે પોતાના પિતાની હત્યા કર્યા બાદ તેના મૃત શરીરને ખરાબ રીતે કચડી નાખ્યું હતું અને પછી પોતાના કપડાં પહેરાવી દીધા, જેથી પોલીસને લાગે તે બાળકની બોડી છે. બાળકના 40 વર્ષીય પિતા વ્યવસાયે વેલ્ડર હતો. તપાસની શરૂઆતમાં પોલીસે એમ માન્યું કે સૌની હત્યા પિતાએ જ કરી છે અને તેને શોધવાનો શરૂ કરી દીધો. પોલીસે આમ માન્યું કે તેના પિતાએ પોતાના બાળકોની હત્યા કરી નાખી છે. જોકે ત્યારબાદ ફોરેન્સિક એક્સપર્ટ્સે જ્યારે ડેડ બોડી પર સારી રીતે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આ બોડી તો પિતાની છે.

રશિયાઈ ઇન્વેસ્ટિગેશન કમિટીએ જણાવ્યું હતું કે ચહેરો ખરાબ રીતે કચડી દેવામાં આવ્યો હતો. તો પોલીસે ક્રાઇમ સીનથી 362 કિલોમીટર દૂર બાળક વદીમ ગોરબુનોવને પકડ્યો હતો. પોલીસ અધિકારીઓને છોકરાની માતા ગુલ્યા ગોરબુનોવ અને 12 વર્ષીય બહેન યુલીયાનું શવ પણ ઘરમાં જ મળ્યું. વદીમ ગોરબુનોવને પૂછપરછ કર્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે, છોકરાએ હત્યા કર્યા બાદ સ્વીકાર કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે તે શાળાએ જવા માંગતો નહોતો. તેની માતા તેને બળજબરીપૂર્વક શાળાએ મોકલવાની તૈયારી કરી રહી હતી, જેના કારણે ભયંકર લડાઈ થઈ.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, વદીમ મેથ્સ ટીચિંગથી નાખુશ હતો અને તે ઘણા ક્લાસ પણ છોડી ચૂક્યો હતો. સૌથી પહેલા વદીમે પોતાની માતાને કુહાડીથી મોતને ઘાટ ઉતારી દીધી અને પછી જ્યારે તેના પિતા આવ્યા તો તેના પર હુમલો કરી દીધો. સૌથી અંતમાં છોકરાએ પોતાની બહેનને શિકાર બનાવી હતી. પડોશીઓનું કહેવું છે કે વદીમનો પરિવાર ખૂબ મિત્રતાવાળો વ્યવહાર રાખતો હતો અને તે પણ પોતાની બહેનની ખૂબ કેર કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp