ઇન્ટરવ્યૂ દરમિયાન અધિકારીને આવી ખાંસી, જાણો પછી ટ્રમ્પે શું કર્યું

PC: static.politico.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ વ્હાઇટ હાઉસમાં ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે તેમને પિન ડ્રૉપ સાઇલેન્સની જરૂરિયાત હોય છે. આ જ કારણ છે કે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ખાંસી આવવાં પર વ્હાઇટ હાઉસના પોતાના સૌથી મોટા અધિકારીને જ રૂમમાંથી બહાર જવા કહી દીધું હતું. ટ્રમ્પે પહેલા તો એક વખત બે વાર ઑફિસરની ખાંસીને અવગણી હતી પરંતુ પછી તેમને કહ્યું કે તે રૂમની બહાર નીકળી જાય.

કહેવામાં આવે છે કે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એબીસી ન્યૂઝ ચેનલ ઇન્ટરવ્યુ લેતું હતું. દરમિયાન ત્યાં વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મિલવાને ઉભા હતા. ઇન્ટરવ્યુ શરૂ થયો અને એ સમયે જ મિકને ખાંસી આવી હતી. ટ્રમ્પે પહેલા તો ખાંસીને અવગણી હતી પરંતુ પાછળથી તેઓએ મિકને રૂમમાંથી બહાર જતાં રહેવા માટે જણાવ્યું હતું. મિક રૂમ બહાર ગયા પછી જ ટ્રમ્પનો ઇન્ટરવ્યુ ફરી શરૂ થયો હતો. ટ્રમ્પનો આ ઇન્ટરવ્યુ રવિવાર પર ટીવી ચેનલ પર પણ ચાલ્યો હતો. ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને આર્થિક બાબતો સંબંધિત ઘણા પ્રશ્નો જવાબ આપ્યાં હતા. ટ્રમ્પ દ્વારા ચૂંટણીમાં રશિયાના મદદ લેવાના આરોપોનો ઇનકાર કરીને કહ્યું કે તે ખોટું છે.

તેમણે કહ્યું કે આ પ્રકારના સમાચાર માધ્યમોથી ફેલાયેલા છે. ઇન્ટરવ્યુમાં જોઈ શકાય છે કે તે મિકની ખાંસી પર તે ભડકી ઉઠે છે અને કહે છે કે તમે જાણો છો કે મને આ બધું પસંદ નથી. ટ્રમ્પે કહ્યું કે જો તેમને તકલીફ હોય તો રૂમમાંથી બહાર નીકળી જવાનું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp