FIFA: સ્પેનનો કોચ બોલ્યો- મેચ પહેલા ખેલાડીઓ માટે સેક્સ જરૂરી છે તેનાથી...

PC: twitter.com

આખા વિશ્વની નજર આ સમયે કતર પર ટકેલી છે, જ્યાં ફીફા વર્લ્ડ કપ 2022 ચાલી રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થયાને લગભગ એક સપ્તાહ વિતી ગયું છે અને કેટલીક રસપ્રદ મેચ જોવા મળી રહી છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ આખી ટૂર્નામેન્ટ માટે પોતાના ખેલાડીઓ માટે અમુક રૂલ પણ બનાવ્યા છે. સ્પેનના કોચ લુઇસ એનરિકે પોતાની ટીમના ખેલાડીઓ માટે સેક્સ કરવા વિશે અમુક નિવેદનો આપ્યા છે, જે ચર્ચામાં છે.

સ્પેનિશ ટીમના કોચ લુઇસે કહ્યું કે, વર્લ્ડ કપની મેચ પહેલા જો ખેલાડી સેક્સ કરે છે તો તેમાં કંઇ ખરાબી નથી. તેનાથી માઇન્ડ ફ્રેશ રહે છે. લુઇસ અનુસાર, જો તમે પોતાની પત્ની કે પાર્ટનર સાથે છો, તો તેમાં કોઇ પ્રોબ્લેમ નથી આ કંઇ રોકવા વાળી ચીજ નથી. વર્લ્ડ કપમાં પ્રેશર હોય છે અને તમે પોતાનું માઇન્ડ ફ્રેશ રાખવા માગો છો. લુઇસ એનરિક બોલ્યા કે, જ્યારે હું ખેલાડી હતો, એ સમયે પણ આ વાતો મારા માટે નોર્મલ હતી. સ્પેને હજુ સુધી ફીફા વર્લ્ડ કપ 2022માં એક મેચ રમી છે, જેમાં તેણે કોસ્ટા રિકાને 7-0થી હરાવી દીધી હતી. સ્પેનની આગામી મેચ જર્મની સાથે 28મી નવેમ્બરના રોજ છે.

કતરમાં આમ પણ આ વખતે કટલાક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, જેનાથી દુનિયાભરમાં ફેન્સ નારાજ છે. કતરમાં દારુ, સ્મોકિંગ અને સેક્સને લઇને અલગ અલગ પ્રતિબંધો છે. ત્યાં સુધી કે, છોકરીઓના નાના કપડા પહેરવા પર પણ રોક લગાવવામાં આવી છે. સ્પેનની ટીમમાં ફેરન ટોરેસ, ડેની ઓલ્મો, માર્કો, કાર્લોસ સોલર અને એલ્વારો મોરાટા જેવા મોટા પ્લેયર શામેલ છે. ખાસ વાત એ છે કે, સ્પેનના સ્ટાર પ્લેયર ફેરન ટોરેસ પોતાના કોચ લુઇસ એનરિકની દીકરીને જ ડેટ કરી રહ્યો છે, વર્લ્ડ કપ પહેલા ફેરને આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ મહાસમર માટે ખેલાડીઓની સાથે સાથે વિશ્વભરથી લાખો ફેન્સ કતર પહોંચી રહ્યા છે. એવામાં તેમને આ દેશનો પ્રવાસ કરવા પહેલા નિયમોની જાણકારી હોવી આવશ્યક છે. કતરે ફુટબોલ વર્લ્ડ કપને લઇને કડક નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવશે તો દંડની સાથે સાથે જેલ પણ જવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp