પાકિસ્તાનમાં 6 મહિનાથી ફસાયા છે ભારતીય ટ્રેનના ડબ્બા, સરકારે કહ્યું..

PC: twitter.com

5 ઓગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેમા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A નાબૂદ કરી દેવામાં આવી હતી. કલમ 370 નાબૂદ કરતા પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેન સેવા ચાલુ હતી. ભારતમાંથી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાન તરફ ગઇ હતી પરંતુ, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દેવાતા તેના વિરોધમાં પાકિસ્તાન સરકારે ટ્રેન સેવા બંધ કરી દેતા સમજોતા એક્સપ્રેસના ડબ્બા હજુ સુધી વાઘા બોર્ડર પર પડી રહ્યા છે. મોદી સરકારે આ ટ્રેનના ડબ્બા ભારતને પાછા આપવા પાકિસ્તાન સરકાર પાસે માંગ કરી છે.

ભારત સરકારે ઇસ્લામાબાદને કહ્યું હતું કે સમજોતા એક્સપ્રેસના ખાલી ડબ્બા ભારતને તાત્કાલિક પાછા આપે. 8 ઓગસ્ટથી ભારત-પાકિસ્તાન ટ્રેન સેવા રદ્દ થઇ હતી. હજુ સુધી કલમ 370ને લઇને તણાવ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલો અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલય આ બાબતે પહેલા જ પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરી ચૂક્યું છે કે, સમજોતા એક્સપ્રેસના ખાલી ડબ્બા ભારતને ટૂંક સમયમાં પાછા આપી દેવામાં આવે.

5 ઓગસ્ટે જ્મ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી 8 ઓગસ્ટે પાકિસ્તાન દ્વારા સુરક્ષાનું કારણ આપી અચાનક સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દેવામાં આવી હતી. જેમાં લગભગ 177 પેસેન્જરો પાકિસ્તાનમાં ફસાઇ ગયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, બંને પક્ષો 6-6 મહિના દરમિયાન સમજોતા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓનો ઉપયોગ કરે છે. પાકિસ્તાન જાન્યુઆરીથી જુન સુધી પોતાના ડબ્બાઓનો ઉપયોગ કરે છે, જ્યારે ભારત જુલાઇથી ડિસેમ્બર સુધી પોતાના ડબ્બાઓનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp