ભારત અને અમેરિકા વચ્ચે હવે વેપાર યુદ્ધ શરૂ, ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો

PC: firstpost.com

ભારતે અમેરિકન ઉત્પાદનો પર વધારાની કસ્ટમ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં ભારતે 29 ઉત્પાદનો ઉમેર્યા છે. આમ ઘણી ખાદ્ય સામગ્રીઓ સામેલ છે. ભારતએ 29 US ઉત્પાદનો પર વધારાની કસ્ટમ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ સૂચિમાં બદામ, અખરોટ અને કઠોળનો સમાવેશ થાય છે. 16 જૂનથી આ તમામ ઉત્પાદનો પર વધારાની કસ્ટમ ડ્યૂટી વસૂલવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમય મર્યાદાને ઘણીવાર વધારીને, ભારતે અંતે 29 અમેરિકન ઉત્પાદનો પર વધારાની કસ્ટમમ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે. જૂન 16 થી આ ચાર્જ લાગુ પડશે, જેમાં બદામ, અખરોટ અને કઠોળનો સમાવેશ થાય છે. આ અંગેની સૂચના ટૂંક સમયમાં નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવશે.

બીજી તરફ ભારતના આ પગલાંથી 29 વસ્તુઓના અમેરિકન નિકાસકારોને નુકસાન પહોંચાડશે કારણ કે તેમને આ ઉત્પાદનો પર ફી ચૂકવવી પડશે. આ પ્રકારની આયાત સાથે, ભારતને આશરે 217 મિલિયન ડોલરનો વધારાનો આવક મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે તેના નિર્ણય અંગે USને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચમાં એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અમેરિકાએ 25 ટકા અને સ્ટીલ પર 10 ટકા આયાત ડ્યૂટી લાદ્યો હતો. યુ.એસ.માં આ વસ્તુઓના મુખ્ય નિકાસકારોમાં ભારત એક છે, જેના કારણે USના પગલે ભારતની આવક પર અસર થઈ છે. જવાબમાં, ભારત હવે 29 અમેરિકન ઉત્પાદનો પર વધારાની કસ્ટમ્સ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp