ટ્વીટરના બોર્ડ મેમ્બરમાંથી જેક ડોર્સીનું રાજીનામું, ગત વર્ષે છોડ્યું હતું CEOનું

PC: khabarchhe.com

ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને ટ્વીટકના CEO પરાગ અગ્રવાલની વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ તણાવની ટ્વીટર પર હાલ ફેક અથવા સ્પેમ અકાઉન્ટને લઈને છે. આ દરમ્યાન એક નવા સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્વીટરના પૂર્વ CEO જેક ડોર્સીએ હવે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ બાદ બોર્ડ મેમ્બરમાંથી રાજીનામું આપી દીધું છે.

બોર્ડ મેમ્બરમાંથી જેકના હટવાનો મતલબ એ છે કે તેઓ હવે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વીટરમાંથી બહાર થઈ ગયા છે. ગત વર્ષે જેકે ટ્વીટરનું CEO પદ છોડી દીધું હતું. આ પહેલા તેની જવાબદારી તે સમયે ટ્વીટરના CEO પરાગ અગ્રવાલને આપવામાં આવી હતી.

ટ્વીટરના CEO પદથી હટ્યા બાદ જેકને લઈને કંપનીએ કહ્યું હતું કે, તેઓ ટર્મ ખતમ થવા સુધી બોર્ડના મેમ્બર રહેશે. તેમનો ટર્મ કાલ સુધીમાં ખતમ થઈ ગયો તે બાદ બોર્ડે એન્યુઅલ શેર હોલ્ડર મીટિંગ દરમ્યાન જેકે ફરી ઈલેક્શનમાં ભાગ લીધો નહીં.

Bloombergએ તેને લઈને રિપોર્ટ કર્યો કે, ટ્વીટરના CEO પદ છોડતા સમયે જેકે કહ્યું હતું કે, તેઓએ કંપની છોડવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે, તેમનું માનવું હતું કે, કંપની હવે તેના ફાઉન્ડર મેમ્બરથી આગળ વધવા માટે તૈયાર છે. તેમનો સંપૂર્ણ વિશ્વાસ ટ્વીટરના CEO પરાગ અગ્રવાલમાં છે. તેમની સ્કિલ્સના આભારી છે. હવે આ સમય લીડ કરવાનો છે. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હજી પણ ટ્વીટરના CEO છે. પરંતુ મસ્કની સાથે તેમના મતભેદના સમાચાર સતત આવી રહે છે.

મસ્કે ટ્વીટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની ડીલ કરી ચૂક્યા છે. તે બાદ તેઓ આ અંગે કેટલાક ફેરફાર કરાવવા માટે પણ તૈયારીમાં છે. જો કે, જેકે કહ્યું કે, તેઓ ફરી ટ્વીટરના CEO બનશે નહીં. તેઓ હાલ ફાઈનાન્શિયલ પેમેન્ટ પ્લેટફોર્મ Block ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp