પ્રવાસી લોકોની વસતી 70થી ઘટાડી 30 ટકાએ લાવવા માગે છે આ દેશ

PC: deccanherald.com

કોરોના વાયરસ મહામારી અને ક્રૂડ ઓઈલના કિંમતોમાં ભારે ઘટાડાને કારણે ખાડીના દેશોની અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડી છે. એવામાં હવે આ ખાડી દેશ પ્રવાસી લોકોની વધતી વસતીને ઓછી કરવા માગે છે. આ ખાડી દેશના પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં પ્રવાસી લોકોની વધતી વસતીને ઓછી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, પ્રવાસી લોકોની વસતીને અડધાથી વધારે હટાવવાની જરૂર છે અને તેને 30 ટકાના સ્તરે લાવવાની જરૂર છે. જો તમને જાણ હોય તો યૂનાઈટેડ અરબ અમીરાતમાં સૌથી વધારે પ્રવાસી વસે છે. ત્યાંની વસતીમાં 88.4 ટકા લોકો પ્રવાસી છે.

એવી જ રીતે કુવૈતની વસતીમાં 73.64 ટકા વસતી પ્રવાસી લોકોની છે. હાલમાં કુવૈતની વસતી લગભગ 48 લાખ છે, જેમાં વિદેશી લોકોની વસતી લગભદ 34 લાખ છે. કુવૈતના પ્રધાનમંત્રી શેખ સબહ અલ ખાલિદ અલ સબહએ સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમે નજીકના ભવિષ્યમાં આ અસંતુલન પર ધ્યાન આપવા માગીએ છીએ. અમે વાસ્તવમાં દેશમાં મૂળનિવાસી અને પ્રવાસીઓના મામલામાં એક સંતુલન કાયમ કરવા માગીએ છીએ.

કુવૈતમાં પ્રવાસીઓના સૌથી જ્વલંત મામલે આ રીતનું નિવેદન પહેલીવાર સામે આવ્યું છે. એવી આશા છે કે હવે કુવૈતના કાયદા બનાવનારા અધિકારીઓને પ્રવાસી કર્મીઓની સંખ્યા ઓછી કરવામાં મદદ મળશે. તેમાં ખાસ કરીને અકુશળ શ્રમિક છે, જે દેશની વસતીમાં મોટી હિસ્સેદારી ધરાવે છે.

કુવૈતના સાંસદ હવે કોટા સિસ્ટમ લાગૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. જેમાં કુવૈતમાં સરકારી નોકરીઓમાં સ્થાનીક લોકોને આરક્ષણ આપવું સામેલ છે. અનુમાન છે કે, કુવૈતમાં સરકારી અધિકારીઓની સંખ્યા 1 લાખની નજીક હોઈ શકે છે.

કુવૈતમાં આ રીતને નિયમ બની ગયા પછી વિદેશી લોકો માટે ત્યાં કામ કરવું મુશ્કેલ બની શકે છે. જેમાં ખાસ કરીને એ રીતના વ્યવસાયો સામે છે, જેમાં કુવૈતના સ્થાનીક લોકો બહારના લોકોને પ્રવેશવા દેવા માગતા નથી. આ મામલે જોકે, સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે. કુવૈતમાં એક પોલિટિકલ કોલમ લખનારા સાજિદ અલ અબ્દાલીએ કહ્યું કે, કુવૈતમાં ઘરેલૂ હેલ્પરની સંખ્યા 50 ટકાથી વધારે છે. તેને ઓછી કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp