નવી પત્નીની શોધમાં છે 8 પત્નીવાળો આ વ્યક્તિ, 4ને આપી ચૂક્યો છે ડિવોર્સ

PC: arthurourso

બ્રાઝિલનો મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આર્થર સો ઉર્સો એક વખત ફરીથી ચર્ચામાં છે. તેણે સેક્સુઅલ ફ્રીડમ અને એક લગ્નની પ્રથા વિરુદ્ધ 9 મહિલાઓ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યો હતો. જોકે કેટલાંક મહિનાઓ પછી એક પત્નીને તેણે ડિવોર્સ આપી દીધા હતા. જેના પછી તે બાકીની 8 પત્નીઓ સાથે રહે છે. પરંતુ હવે આર્થરે ખુલાસો કર્યો છે કે તે પોતાની વધુ 4 પત્નીઓને ડિવોર્સ આપી ચૂક્યો છે. એટલું જ નહીં પત્નીઓને ડિવોર્સ આપ્યા પછી ફરીથી નવી પત્નીની શોધમાં છે.

36 વર્ષનો આર્થર બ્રાઝિલના જોઆજો પેસોઆ શહેરનો રહેનારો છે. તેણે 2021માં એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડાક મહિના પછી તેની એક પત્નીને ડિવોર્સ આપી દીધા હતા. જોકે આર્થરના લગ્ન સરકારી રીતે લીગલ નથી. કારણ કે બ્રાઝિલમાં પોલિગામી રિલેશનશીપને કાનૂની માન્યતા નથી. આ વચ્ચે ડેઈલી સ્ટાર સાથેની વાતચીતમાં આર્થર ઓ ઉર્સોએ ખુલાસો કર્યો હતો કે હજુ તે ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Arthur O Urso (@arthurourso)

તે પોતાની 8 પત્નીઓમાંથી 4 પત્નીઓથી અલગ થઈ ગયો છે. તેમણે એકબીજાની સહમતિથી ડિવોર્સ લીધા છે. આ રીતે આર્થર હવે 8 મહિલાઓનો પતિ નથી. આ વાત તેણે પહેલા પણ કહ્યું હતું કે ઘણી મહિલાઓ સાથે રહેવું સરળ નથી. જણાવી દઈએ કે આર્થર ઈન્સ્ટાગ્રામ પર ઘણો જાણીતો છે.

અહીં તેના 1 લખા 80 હજારથી વધુ લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તે 8 પત્નીઓ સાથે રોમાન્સ કરતા ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરતો રહે છે. સાથે જ પોતાની લેવિશ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી પોસ્ટ પણ કરતો રહે છે.

તેણે પોતાની પત્નીઓ માટે મિશન ફોર ફ્રી લવ નામનથી એક આલિશાનઘર બનાવડાવ્યું છે. પરંતુ સ્થાનિક લોકોએ તેના રિલેશનશીપનો ખુલીને વિરોધ કર્યો હતો. પહેલી પત્નીના ડિવોર્સ લેવા અંગે તેણે કહ્યું હતું તેની આ પત્ની તે માત્ર તેની સાથે રહે તેવું ઈચ્છતી હતી અને આ શક્ય ન હોવાથી અમે એકબીજાની સમજૂતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાની દરેક પત્નીઓને સમય આપવા માટે એક સેક્સ રોસ્ટર તૈયાર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp