ન માસીક બંધ થયું, ન દેખાયું બેબી બંપ, મોડલે અચાનક આપ્યો બાળકીને જન્મ

PC: wordpress.com

ઓસ્ટ્રેલિયાની એક મોડલ એરિન લેંગમેડે બાળકને જન્મ આપ્યા પછી ખબર પડી કે તે પ્રેગનેંટ હતી. મોડલે બાથરુમમાં બાળકને જન્મ આપ્યો હતો.

23 વર્ષીય આ મોડલને તેની પ્રેગ્નેંસીના 37માં અઠવાડિયા સુધી શરીરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહિ. તે જણાવે છે કે, ન તો બેબી બંપ હતું કે નહિ કે કોઈ મોર્નિંગ સિકનેસ હતી. તે કૉન્ટ્રાસેપ્ટિવ લેતી હતી અને તેને કપડા પણ ફીટ જ આવતા હતા.

એક પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે, તેના જીવનનો સૌથી કઠિન અઠવાડિયું. તેણે પોતાના પાર્ટનર અને તેની નવજાત બાળકી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

લેંગમેડની જે કહાની છે તેવી ઘટના ઘણી ઓછી જોવા મળે છે. એક્સપર્ટ અનુસાર, આ રીતની પ્રેગ્નેંસીને સ્ટેલ્થ કે ક્રિપ્ટિક પ્રેંગ્નેંસી કહેવામાં આવે છે. મતલબ કે એવી પ્રેગ્નેંસી જે એકદમ જ ગોપનીય રીતે ચાલે છે.

એક સ્ટડી અનુસાર, 2500માંથી લગભગ 1 મહિલા એવી હોય છે જેને આ રીતની પ્રેગ્નેંસીની જાણ જ હોતી નથી. જ્યાં સુધી તે બાળકને જન્મ ન આપી લે, તો વળી 475માંથી 1 મહિલા એવી હોય છે જેને ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા સુધી પોતાની પ્રેંગ્નેંસી વિશે જાણ જ હોતી નથી.

ડૉક્ટરો હજુ સુધી આની પાછળનું કારણ જાણી શક્યા નથી. મોટા ભાગના લોકો લેંગમેડના મામલાને પૂરી રીતે સમજી નહિ શકે. ખાસ કરીને તેની બોડી ટાઈપને લઈને. પણ તેનાથી એ પણ ખબર પડે છે કે દરેકના શરીરની રચના એક જેવી હોતી નથી.

આ મોડલે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. જેવું વજન લગભગ 8 પાઉન્ડ છે. તેનું લેબર પેઈન પણ જલદી ખતમ થઈ ગયું હતું. પણ આ બધું જે રીતે બન્યું તે લેંગમેડ અને તેના પાર્ટનર માટે ભયજનક હતું.

સ્ટેલ્થ પ્રેગ્નેંસી પાછલા ઘણાં વર્ષોથી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષય પર ઘણાં ટેલિવિઝન શો પણ બની ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp