મુશર્રફે સ્વીકાર્યુ કે, ભારતીય સેના સામે લડવા કાશ્મીરીઓને PAKમાં અપાતી હતી તાલીમ

PC: news18.com

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે એ વાતને સ્વાકારી છે કે, કાશ્મીરીઓનો ભારતીય સેના સામે લડવા માચે પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવતી હતી અને તેમને હીરોના રૂપમાં દેખાડવામાં આવતા હતાં. તેમણે કહ્યું કે, ઓસામા બિન લાદેવ અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકવાદીઓને પાકિસ્તાની હીરો માનવામાં આવે છે.

પાકિસ્તાની નેતા ફરહાતુલ્લી બાબર દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મુશર્રફ બોલી રહ્યો છે કે, 1979માં અમે પાકિસ્તાનને ફાયદો પહોંચાડવા માટે અને સોવિયતને દેશની બહાર કાઢવા માટે અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદ શરૂ કરેલું. અમે દુનિયાભરમાંથી મુજાહિદીન લાવ્યા તેમને તાલીમ આપી અને શસ્ત્રો પણ આપ્યા. તેઓ અમારા નાયક હતાં. ત્યારે વાતાવરણ જુદુ હતું અને હવે જુદુ છે. હક્કાની અને ઓસામા બિન લાદેન અમારો હીરો હતો. આ વીડિયો ક્યારનો છે તેની જાણ થઈ નથી.

તો કાશ્મીરમાં તાણની વાતને લઈને મુશર્રફે કહ્યું, જે પણ કાશ્મીરી પાકિસ્તાન આવ્યા તેમનું હીરોના રૂપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે તેમને તાલીમ આપતા હતા અને તેમને સપોર્ટ કરતા હતાં. અમે તેમને મુજાહુદ્દીન માન્યા જે ભારતીય સેનાની સાથે લડ્યા અને પછી લશ્કર એ તૈયબા જેવા જુદા જુદા આતંકવાદી સંગઠનોથી પણ લડ્યા. તેઓ અમારા નાયક હતા.

ભારત વર્ષોથી કહેતું આવ્યું છે કે, પાકિસ્તાની જમીન પર આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp