USAમાં ફેલાઇ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ બીમાર, આ છે કારણ

PC: intoday.in

કોરોના વાયરસ પછી અમેરિકાના ઘણાં રાજ્યોમાં નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીના કારણે અત્યાર સુધીમાં અમેરિકાના 34 રાજ્યોમાંથી 400થી વધારે લોકો બીમાર થઇ ચૂક્યા છે. CDCએ લોકોને કાંદા ખાવાને લઇને સાવચેતી રાખવાનું કહ્યું છે. અમેરિકાના ઘણાં રાજ્યોમાં લાલ અને પીળા કાંદાથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. જેનાથી અમેરિકાના 34 રાજ્યોમાંથી 400થી વધારે લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCએ એલર્ટ જાહેર કર્યું છે. આ બીમારી ફેલાવવાનું કારણ લાલા અને પીળો કાંદો છે.

CDCએ લોકોને થોમસન ઈન્ટરનેશનલ નામની કંપની દ્વારા સપ્લાઇ કરવામાં આવતા કાંદા ન ખાવાની ભલામણ કરી છે. CDCએ ચેતવણી આપી છે કે, જો આ કંપની દ્વારા સપ્લાઇ કરવામાં આવેલા કાંદાથી રસોઇ બનાવવામાં આવી છે કે કાંદો રાખ્યો છે તો તરત તેને ફેંકી દેવામાં આવે. કેનેડામાં પણ સેલ્મોનેલા બેક્ટેરિયા સંક્રમણના કેસ સામે આવ્યા છે. આ બેક્ટેરિયાના કારણે કેનેડામાં અત્યાર સુધીમાં 60 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, અમેરિકાના 34 રાજ્યોમાં સંક્રમણ ફેલાવનારા સેલ્મોનેલા બેક્ટેરિયાનો સીધો સંબંધ લાલ કાંદાથી છે. તો CDCએ કહ્યું કે, શરૂઆતી કેસો 19 જૂનથી 11 જુલાઇની વચ્ચે સામે આવ્યા હતા. થોમસન ઈન્ટરનેશનલ લાલ, સફેદ, પીળા અને મીઠા કાંદાને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ કંપની દ્વારા સપ્લાઇ કરવામાં આવેલા કોઇપણ કાંદાને ખાવા કે ઘરમાં રાખવાની જરૂરત નથી.

આ બેક્ટેરિયાના કારણે જ્યારે તમે બીમાર થાવ છો તો તમને ડાયરિયા, તાવ અને પેટમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળે છે. આના લક્ષણ 6 કલાકથી લઇ 6 દિવસમાં ક્યારેક ક્યારેક દેખાઇ શકે છે. સેલ્મોનેલા બેક્ટેરિયાના કારણે વધારે સંક્રમણના મામલા 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો કે 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોમાં જોવા મળે છે. વધારે ગંભીર સંક્રમણ થાય છે તો તેની ખરાબ અસર આંતરડા પર જોવા મળે છે.

કાંદાના કારણે ફેલાઇ રહેલા આ સંક્રમણના કારણે અમેરિકા અને કેનેડામાં સપ્લાઇ કરનારી કંપની થોમસન ઈન્ટરનેશનલે કહ્યું કે, તેમને એ વાતની જાણ છે કે તેમના કાંદાના કારણે બીમારી ફેલાઇ રહી છે. માટે તેમણે જ્યાં પણ કાંદા મોકલ્યા હતા, ત્યાંથી કાંદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp