UN ભાષણમાં જમ્મુ-કાશ્મીરના માનવાધિકારનો મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં પાકિસ્તાન

PC: tosshub.com

ભારત સરકારે ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 નાબૂદ કરી દીધી હતી અને જમ્મુ-કાશ્મીરને જમ્મુ અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તેને કાશ્મીર સિવાય કોઇ વાત જ નથી સુઝતી. અત્યાર સુધી પાકિસ્તાન કેટલીયે જગ્યાએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચૂક્યુું છે, પરંતુ તેને દરેક જગ્યાએ નિરાશા જ મળી છે. આટલી બધીવાર નિરાશા મળવા છતાં પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને છોડવા તૈયાર નથી. મંગળવારે જિનીવામાં થનારી સંયુક્ત માનવાધિકાર પરિષદ (UNHRC)ના અંતના સમયે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અલગ થઇ ગયા હતા. ત્યારબાદ એમ માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની માનવધિકાર મંત્રી શિરીન મઝારી UNમાં બોલશે.

મઝારીએ આ પહેલા યુરોપીય સંઘમાં કાશ્મીરમાં ભારતના માનવાધિકારનો ઉલ્લેખ ન કરતા ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ધાર્મિક અત્યાચારની બાબતે વાત કરીને CAAનો મુદ્દો ઉઠાવશે. આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપે છે.

ભારતીય પ્રતિનિધિ વિકાસ સ્વરૂપ, UNHRCને 26 ફેબ્રુઆરીએ સંબોધિત કરશે અને આશા છે કે તેઓ પાકિસ્તાનના આરોપોનો જવાબ આપશે. ATFની જેમ પાકિસ્તાન પાસે 47 સભ્યની UNHRCમાં નજીકના ગણાતા મલેશિયા અને તુર્કીનું સમર્થન નથી. તો પાકિસ્તાનનો કાયમી મિત્ર ચીન UNHRCનો સભ્ય નથી. પાકિસ્તાનના માનવધિકાર મંત્રી શિરીન મઝારી યુરોપીય સંઘમાં ભારત વિરુદ્વ લગાવેલા આરોપો પર કોઇ પુરતા પુરાવા આપી શક્યા નહોતા. ગત અઠવાડિયે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપીય સંઘના બધા મંત્રીઓ સામે અનુચ્છેદ 370 અને CAA બાબતે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે પાકિસ્તાન ભારત વિરુદ્વ આગળનું પગલું ભરવા માર્ચ મહિનાની રાહ જોઇ રહ્યું છે, કે જ્યારે ચીન માર્ચ મહિનામાં UNHRCની અધ્યક્ષતા સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp