ઈમરાને પાકિસ્તાનીઓને આ કારણે કાશ્મીર ન જવાની આપી ચેતવણી

PC: ndtvimg.com

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેના દેશવાસીઓને ચેતવણી આપી છે કે, જેહાદ માટે તેઓ કાશ્મીર જાય નહી. કારણ કે, તેનાથી કાશ્મીરીઓને નુકસાન પહોંચશે. તેણે કહ્યું, જો પાકિસ્તાનથી જેહાદ માટે કોઈ ભારત જશે તો એ કાશ્મીરીઓ જોડે અન્યાય કરનાર પહેલો વ્યક્તિ હશે. તે કાશ્મીરીઓનો દુશ્મન કહેવાશે. સાથે ઈમરાને દાવો કર્યો છે કે, ભારતને કાશ્મીરી લોકો પર કાર્યવાહી કરવા માટે માત્ર એક તકની જ જરૂરત છે. પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર સ્થિત તોરખામ ટર્મિનલના ઉદ્ઘાટન કર્યા પછી ઈમરાને આ વાત કહી હતી.

તેણે ફરી એકવાર દાવો કર્યો કે, ભારત કાશ્મીરથી ધ્યાન ભટકાવવા માટે ફોલ્સ ફ્લેગનો અભિયાન શરૂ કરી શકે છે. ખાને અમેરિકાની ખાસ મુલાકાત પહેલા કાશ્મીર મુદ્દે આ નિવેદન આપ્યું છે. આ જ મુલાકાત દરમ્યાન ઈમરાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત પણ કરશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે.

ઈમરાને કહ્યું કે, આવતા અઠવાડિયે UNGAના સત્રમાં તે કાશ્મીરનો મુદ્દો એટલો જોરદાર રીતે ઉછાળશે કે એવું પહેલા કોઈએ પણ કર્યું ન હોય. સાથે જ ઈમરાને કહ્યું કે, ભારત સાથે ત્યાં સુધી વાતચીત સંભવ નથી જ્યાં સુધી ભારત સરકાર કાશ્મીરમાંથી કર્ફ્યુ હટાવી ન લે અને ધારા 370 હટાવવાનો તેમનો નિર્ણય રદ્દ ન કરી દે.

જોકે, ધારા 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લીધા પછી પાકિસ્તાને આ રીતનું વલણ અપનાવ્યું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેનો સાથ કોઈ આપી રહ્યું નથી. એ જ કારણ છે કે, બોખલાહટમાં પાકિસ્તાન આ રીતના નિવેદનો આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp