PAK સાંસદે જ ઈમરાનના ધર્મનિરપેક્ષતાની ખોલી પોલ કહ્યું, ક્યાં સુધી સળગશે મંદિરો?

PC: devdiscourse.com

જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની વાતો કરનારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પોતાના જ દેશની ધર્મનિરપેક્ષતા અને માનવાધિકારોના ઉલ્લંઘનની પોલ ખુલી ગઈ છે. તેના જ દેશના નેતાઓ ઈમરાન સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાની મુસ્લિમ લીગ-નવાજના સાંસદ અને હિંદુ નેતા ખીલદાસ કોહિસ્તાનીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઈમરાન સરકાર પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકારની ધર્મનિરપેક્ષતાની પોલ ખોલતા ખીલદાસે કહ્યું, પાછલા 4 મહિનાઓમાં 25થી 30 હિંદુ યુવતિઓનું અપહરણ કરવામાં આવ્યું છે. આ યુવતિઓ હજુ સુધી પાછી આવી નથી. ક્યાં સુધી અત્યાચાર થતાં રહેશે?

તેમણે કહ્યું, અહીંયા હિંદુઓએ ક્યાં સુધી મૃતદેહો ઉઠાવવા પડશે? ક્યાં સુધી અમારા મંદિરો સળગતા રહેશે? સિંધના ઘોટકી અને ઉમરકોટમાં આ રીતની ઘટનાઓ કેમ બની રહી છે? આ આગ આખા સિંધમાં ફેલાઈ જશે. આને રોકવું જરૂરી છે. સિંધમાં અમુક લોકો છે, જેની ધરપકડ થવી જોઈએ. તેમના પાવર પર અંકુશ લગાવવો સરકારની જવાબદારી છે.

સિંધમાં વધી રહેલી ઘટનાઓઃ

એક દિવસ પહેલા જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મેડિકલની હિંદુ વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીની હત્યા કરી નાંખવામાં આવી હતી. જેની નિંદા ચારેબાજુથી થઈ રહી છે. તો સિંધ પોલીસ કહી રહી છે કે, કોઈ અંગત કારણ પર પહોંચી જવું ઠીક રહેશે નહીં.

નમ્રતાનો પરિવાર સિંધના ઘોટકી જિલ્લામાં રહે છે. ત્યાં હાલમાં જ લોકોના ઘરોમાં અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp