43 વર્ષીય સત્તાધારી પાર્ટીને હરાવી ભારતવંશી રામકલાવન આ દેશના રાષ્ટ્રપતિ બન્યા

PC: lsi-africa.com

ભારતવંશી વૈવેલ રામકલાવન Seychellesના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. આ દેશમાં 43 વર્ષ પછી કોઈ વિપક્ષી નેતાની રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી મોદીએ વૈવેલ રામકલાવનને Seychellesના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા હોવાની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ બન્યા પછી પોતાના સંબોધનમાં રામકલાવને કોરોના મહામારીના કારણે ધ્વસ્ત થયેલી ટુરિઝમ આધારિત અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવાની વાત કહી. રામકલાવનનો પરિવાર બિહારથી આફ્રિકા ગયો હતો, તેઓ ઈસાઈ પાદરી પણ રહી ચૂક્યા છે.

Seychelles ચૂંટણી આયોગના પ્રમુખ ડૈની લુકાસે રવિવારે કહ્યું, રામકલાવનને 54 ટકા વોટ મળ્યા છે. તેમણે ડૈની ફોરેને માત આપી છે. તેમને માત્ર 43 ટકા જ મત હાંસલ થયા. પૂર્વીય આફ્રિકી દેશ Seychellesની વસતી એક લાખ કરતા પણ ઓછી છે. આ દેશમાં 1977 પછી પહેલીવાર કોઈ વિપક્ષી નેતા રાષ્ટ્રપતિ પદ માટે નિમાયા છે. ફોરેની યૂનાઇટેડ Seychelles પાર્ટી પાછલા 43 વર્ષથી સત્તામાં હતી. રામકલાવનની પાર્ટીનું નામ લિનયોન ડેમોક્રેટિક સેસેલવા પાર્ટી છે.

બિહારથી છે સંબંધ

રામકલાવનના દાદાના દાદા 130 વર્ષ પહેલા 1883માં બિહારના મોતીહારી જિલ્લાથી પરસૌની ગામમાં કોલકાતા થતા મોરિશિયસ પહોંચ્યા હતા. જ્યાં તેઓ શેરડીના ખેતરમાં કામ કરવા લાગ્યા. થોડા સમય પછી તેઓ Seychelles ચાલ્યા ગયા. Seychellesમાં જ રામકલાવનનો 1961માં જન્મ થયો હતો. 2018માં તેમણે ભારતવંશી સાંસદોના પહેલા સંમેલ્લનમાં ભાગ લીધો, જેના માટે તેઓ દિલ્હી આવ્યા હતા. ત્યારે તે પોતાના પૂર્વજોના ગામ પરસૌની પણ ગયા હતા. તે સમયે તેઓ Seychellesની સંસદ નેશનલ એસેમ્બલીના સભ્ય હતા.

રામલાવને ફોરે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું છે. સામાન્ય રીતે આફ્રિકી દેશોમાં સત્તાનું હસ્તાંતરણ સામાન્ય રીતે થતું નથી. જીત્યા પછી રામકલાવને કહ્યું, ફોરે અને હું સારા મિત્રો છીએ. એક ચૂંટણીનો એ અર્થ નથી કે પોતાની માતૃભૂમિમાં કોઈનું યોગદાન ખતમ થઇ જાય છે. આ ચૂંટણીમાં ન કોઈ પરાજિત થયું છે અને ન તો વિજયી. આ આપણા દેશની જીત છે. રામકલાવન જ્યારે પોતાની વિજયી ભાષણ આપી રહ્યા હતા ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ફોરે તેમની બાજુમાં જ ઊભા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp