રિલાયન્સ- ફયૂચર ગ્રુપની ડીલ પર 3 મહિનાની બ્રેક લાગી ગઇ

PC: indiatimes.com

રિલાયન્સ ગ્રુપે  ફયૂચર ગ્રુપની બિગ બાઝાર બ્રાન્ડને ખરીદવાની ડીલ માટે હવે વર્ચસ્વની લડાઇ ઉભી થઇ છે.  દુનિયાના બે ધનકુબેરો વચ્ચે આ ડીલને કારણે ઘમાસાણ શરૂ થયું છે.અમેઝોનના જેફ બેઝોસ અને રિલાયન્સ ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ટકરાવ પેદા થયો છે. અમેઝોનની અપીલ પર સિંગાપોરની એક કોર્ટ અમેઝોનની તરફેણમાં ચુકાદો આપીને આ ડીલ માટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. કોર્ટે કહ્યું છે કે જયાં સુધી અંતિમ ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી ફયૂચર ગ્રુપ રિલાયન્સ સાથે ડીલ કરી શકશે નહીં. રિલાયન્સે ફયૂચર ગ્રુપનો રીટેલ, હોલસેલ બિઝનેસ ખરીદવા માટે રૂપિયા 24,713 કરોડમાં ડીલ કરી છે.જેની સામે અમેઝોને કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના ચુકાદા પછી રિલાયન્સ ગ્રુપે પોતાનું નિવેદન  જાહેર કર્યું છે.

રિલાયન્સે જાહેર કરેલી પ્રેસનોટમાં કહ્યું છે કે, રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડને સિંગાપોર કોર્ટના ચુકાદાની જાણ થઇ છે.રિલાયન્સ રીટેલે ફયૂચર રીટેલના બિઝનેસ અને અસ્સેટસ હસ્તગત કરી છે.આ ડીલ કરતા પહેલા કાનુની સલાહ લેવામાં આવી હતી અને ભારતીય કાયદાને ધ્યાનમાં રાખીને ડીલને પુરી કરવામાં આવી છે.રિલાયન્સે કહ્યું છે કે, અમે અમારા અધિકારોને ધ્યાનમાં રાખીને વિલંબ કર્યા વગર ફયૂચર ગ્રુપ સાથે ઝડપથી ટ્રાન્ઝેકશમ પુરુ કરવા માંગીએ છીએ.

આ આખો મામલો કોર્ટમાં કેમ ગયો?  વાત એમ હતી કે એમેઝોને ગયા વર્ષે ફયૂચર ગ્રુપની એક અનલિસ્ટેડ કંપનીમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી.સાથે એવી શરત પણ કરી હતી કે, 3થી 10 વર્ષના સમયગાળામાં ફયૂચર ગ્રુપનો હિસ્સો ખરીદવા અમેઝોનને અધિકાર રહેશે. પરંતુ દેવામાં ડુબેલા ફયૂચર ગ્રુપના કિશોર બિયાનીએ પોતાનો રીટેલ,હોલસેલ અને લોજીસ્ટીક બિઝનેસ વેચવા માટે રિલાયન્સ સાથે કરાર કરી લીધો.એના વિરુધ્ધમાં એમેઝોને સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરી હતી.

એમેઝોન વર્સીસ ફયૂચર રીટેલ વર્સીસ રિલાયન્સની આ લડાઇમાં સિંગાપોર કોર્ટના ન્યાયાધીશ વી.કે. રાજાએ અમેઝોનની તરફેણમાં વચગાળાનો સ્ટે આપતો ચુકાદો જાહેર કર્યો.કોર્ટે ફયૂચર ગ્રુપને આદેશ કર્યો છે કે જયાં સુધી અંતિમ ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી સોદો થઇ શકશે નહીં.

અમેઝોનનું માનવું છે કે,ફયૂચર ગ્રુપે રિલાયન્સ સાથે કરાર કરીને એમની સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ ડીલ સંપન્ન થશે તો રિલાયન્સને રીટેલ માર્કેટમાં બમણો ફાયદો થશે.3 સભ્યો વાળી આર્બિટ્રેશન કોર્ટે 90 દિવસમાં અંતિમ ચુકાદો જાહેર કરવાનું કહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp