ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા લગાવેલી 100 મીણબત્તી, બળીને ખાખ થયું ઘરઃ જુઓ Photos

PC: thesun.co.uk

પ્રેમને વ્યક્ત કરવો એ પણ એક કળા છે. પણ સૌ કોઇ તેમાં માહેર હોય તેવું શક્ય નથી. માટે ઘણાં પ્રેમીઓ હવે ઈન્ટરનેટ દ્વારા પ્રેમનો ઈઝહાર કઈ રીતે કરી શકાય તે કરતા શીખી ગયા છે. છતાં ગડબડ તો થઇ જ જાય છે. આ રીતનો જ એક મામલો ઈંગ્લેન્ડના શેફીલ્ડ શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા એક ખૂબ જ સુંદર રોમેન્ટિક માહોલ બનાવ્યું હતું. જેના માટે યુવકે ફ્લેટમાં 100 ટીલાઇટ કેન્ડલ(નાની મીણબત્તી)થી ઘરને રોશન કર્યું હતું. પણ મીણબત્તીઓએ માહોલને રોમેન્ટિક કરવાના સ્થાને ઘરમાં આગ જ લગાવી દીધી.

સાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે ટ્વીટ પર આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે તસવીર શેર કરતા લખ્યું, ધ્યાનથી જુઓ. તમને શું દેખાઇ રહ્યું છે. હાં તમે સાચા છો. મોટી સંખ્યામાં ટીલાઇટ કેન્ડલ્સ. જાણવા માગો છો શું થયું અહીં. આ બધું એખ રોમેન્ટિક પ્રપોઝલ માટે હતું. જે હવે ખૂબ જ ખોટું થઇ ગયું છે. અરે હા...આનાથી બીજાને એ શીખ મળી કે મીણબત્તીઓનો ઉપયોગ કઇ રીતે કરવો જોઇએ.

26 વર્ષીય યુવકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે 2 અઠવાડિયાથી પ્લાનિંગ કરી હતી. તેણે પોતાની 22 વર્ષીય ગર્લફ્રેન્ડ માટે રીંગ પણ ખરીદી લીધી હતી. તેણે પોતાની પ્રેમિકાને સરપ્રાઇઝ આપવા માટે લિવિંગ રૂમને 100 કેન્ડલ્સથી શણગાર્યો હતો. સાથે જ બલૂન પણ હતા. જ્યારે યુવક તેની ગર્લફ્રેન્ડને લઇ પાછો આવ્યો તો તેણે જોયું કે, ઘરમાં આગ લાગી ગઇ છે. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો તો ત્યાર પછી યુવકે ખાખ થઇ ગયેલા ઘરમાં જઇ પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી. પ્રેમિકાએ તેનું પ્રપોઝલ પણ સ્વીકારી લીધું.

આ ઘટના સોમવારે શેફીલ્ડના એબેડેલ રોડ પર બની. યુવક ઘરને શણગારીને પ્રેમિકાને લેવા માટે ચાલ્યો ગયો હતો. પણ જ્યારે કપલ રૂમ પર પાછું ફર્યું તો ઘર આગમાં હોમાઇ ગયું હતું, ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.

બંનેની મુલાકાત એક એપ દ્વારા થઇ હતી. ત્યાર પછી બંને કલાકો સુધી વાતો કરતા. હાલમાં તો યુવક તેના કઝીનના ત્યાં રોકાયો છે અને તેઓ વીમાને લઇ વધુ માહિતીની રાહ જોઇ રહ્યા છે. આગમાં એક લેપટોપ, સ્પીકર અને થોડા પુસ્તકો ખાખ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp