રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સીનને લઈને આપી મોટી ખુશખબર

PC: dailystar.co.uk

રશિયા તરફથી સારા સમાચાર આવ્યા છે. હવે રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, તેમની વિશ્વાસપાત્ર વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. આ એ જ વેક્સિન છે, જેને ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટે બનાવી છે. આ ઉપરાંત, અન્ય બે કંપનીઓએ ક્લીનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી માગી છે. જણાવી દઈએ કે, ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટની વેક્સિનને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે, આ વેક્સિન 10 ઓગસ્ટ અથવા તેના કરતા પહેલા બજારમાં આવી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું કે, ગામાલેયાની વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. હવે તેમના વૈજ્ઞાનિકો પર એ નિર્ભર કરે છે કે, તેઓ વેક્સિનને બજારમાં ક્યારે લાવે છે.

મોસ્કો સ્થિત ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ ગત મહિને દાવો કર્યો હતો કે, તે ઓગસ્ટના મધ્ય સુધીમાં કોરોના વાયરસની પહેલી વેક્સિનને મંજૂરી આપી શકે છે. એટલે કે આવનારા બે અઠવાડિયામાં રશિયા કોરોના વાયરસની વેક્સિન બજારમાં લાવી દેશે. રશિયાના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ CNN ચેનલને જણાવ્યું હતું કે, વેક્સિનની મંજૂરી માટે 10 ઓગસ્ટ અથવા તેના કરતા પહેલાની તારીખ પર કામ કરી રહ્યા છે. ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેઓ આ વેક્સિનને સામાન્ય જનતાના ઉપયોગ માટે 10 ઓગસ્ટ સુધીમાં મંજૂરી અપાવડાવી દેશે. પરંતુ સૌથી પહેલા ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને તે વેક્સિન આપવામાં આવશે.

રશિયાના સોવરન વેલ્થ ફંડના પ્રમુખ કિરિલ મિત્રિવે કહ્યું છે કે, આ ઐતિહાસિક અવસર છે. જેવી રીતે અમે અંતરિક્ષમાં પહેલા સેટેલાઈટ સ્પુતનિક છોડ્યું હતું, આ એવો જ અવસર છે. અમેરિકાના લોકો સ્પુતનિક વિશે સાંભળીને ચોંકી ગયા હતા. એવી જ રીતે આ વેક્સિનના લોન્ચ થવાથી તેઓ ફરી દંગ રહી જવાના છે. જોકે, રશિયાએ અત્યારસુધી વેક્સિન ટ્રાયલના કોઈ ડેટા જાહેર કર્યા નથી. આ કારણે તેની પ્રભાવશીલતા વિશે ટિપ્પણી ના કરી શકાય. કેટલાક લોકો એ વાતને લઈને ટીકા પણ કરી રહ્યા છે કે, વેક્સિન વહેલી બજારમાં લાવવા માટે રાજકીય પ્રેશર છે. આ ઉપરાંત, વેક્સિનના અધૂરા હ્યુમન ટ્રાયલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

દુનિયાભરમાં અનેકો વેક્સિન ટ્રાયલ ચાલી રહ્યા છે. કેટલાક દેશોમાં વેક્સિનનું ટ્રાયલ ત્રીજા ચરણમાં છે, રશિયાની વેક્સિને પોતાનું બીજું ચરણ પૂર્ણ કરવાનું બાકી છે. વેક્સિનના ડેવલપરે 3 ઓગસ્ટ સુધી આ ચરણને પૂર્ણ કરવાની યોજના બનાવી હતી. ત્યારબાદ ત્રીજા ચરણનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. રશિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સિન વહેલી તૈયાર કરી લેવામાં આવી, કારણ તે પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ જ વિચાર ઘણા અન્ય દેશો અને કંપનીઓનો છે.

રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયાના સૈનિકોએ હ્યુમન ટ્રાયલ એટલે કે માનવીય પરિક્ષણમાં વોલન્ટિયર્સના રૂપમાં કામ કર્યું છે. દાવો છે કે, પરિયોજનાના નિદેશક એલેક્ઝેન્ડર ગિન્સબર્ગે પોતે આ વેક્સિન લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp