યુક્રેન મુદ્દો સમાપ્ત, હવે આ દેશનો વારો, પુતિનના સાથીનો વાયરલ થયો વીડિયો

PC: wionews.com

ચેચન્યાના દબંગ નેતા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી રમઝાન કાદિરોવે પૉલેન્ડને ચેતવણી આપી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, યુક્રેનનો મુદ્દો સમાપ્ત થઈ ચૂક્યો છે અને હવે તેમની રુચિ પૉલેન્ડમાં છે. રમઝાન કાદિરોવે પૉલેન્ડને ચેતવણી આપતા કહ્યું કે, તે યુક્રેનથી પોતાના હથિયાર પાછા લઈ લે કેમ કે, તેઓ તેના પર હુમલો કરવા માટે તૈયાર છે.

રમઝાન કાદિરોવે આ મહિનાની શરૂઆતમાં રશિયાના રાજદૂત સાથે જોડાયેલી એક ઘટના માટે પૉલેન્ડને માફી માગવાનું પણ કહ્યું હતું, જ્યાં વિજય દિવસ સમારોહ દરમિયાન યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓએ તેમના પર લાલ રંગ ફેકી દીધો હતો. વાયરલ વીડિયોમાં રમઝાન કાદિરોવ કહેતા સંભળાય છે કે, ‘યુક્રેનનો મુદ્દો સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે મારી રુચિ પૉલેન્ડમાં છે. એ શું હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે’ પૉલેન્ડને ધમકી આપતા ચેચન નેતાએ આગળ કહ્યું કે, ‘યુક્રેન બાદ જો અમે આદેશ આપવામાં આવે તો અમે 6 સેકન્ડની અંદર બતાવીશું કે, અમે શું કરી શકીએ છીએ.

સારું થશે કે, તમે પોતાના હથિયાર અને ભાડાના સૈનિકોને પાછા લઈ લે અને તમે અમારા રાજદૂત સાથે જે કર્યું તેના માટે સત્તાવાર માફી માગે. અમે તેને નજરઅંદાજ નહીં કરીએ, તેને ધ્યાનમાં રાખો.’ જોકે આ પુષ્ટિ થઈ શકી નથી કે, આ વીડિયો ક્યારે અને ક્યાં ફિલ્માવવામાં આવ્યો છે. પૉલેન્ડ એ દેશોમાં સામેલ છે, જેણે યુક્રેનને રશિયા સાથે લડવા માટે હથિયાર આપ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. પૉલેન્ડની સરકારે કહ્યું કે, તેણે 1.6 બિલિયન ડૉલરના હથિયાર યુક્રેનને સપ્લાઈ કર્યા છે, જેમાં હજારો ટેન્કરો, હોવિત્ઝર તોપ અને ગ્રેડ રોકેટ લોન્ચર્સ છે.

રસપ્રદ વાત છે કે, કાદિરોવ એકમાત્ર એવા નેતા નથી, જેમણે હાલના અઠવાડિયામાં પૉલેન્ડ પર આક્રમણની વાત કહી છે. ન્યૂઝવીકના રિપોર્ટ મુજબ, ટેલિગ્રામના અંગ્રેજી અનુવાદ મુજબ, રશિયન સંસદના સભ્ય અને વ્લાદિમીર પુતિને રાજનૈતિક પાર્ટી, યુનાઈટેડ રશિયાના એક ટોચના સભ્ય ઓલેગ મોરોઝોવે આ મહિનાની શરૂઆતમાં સૂચન આપ્યું હતું કે, પૉલેન્ડને યુક્રેન બાદ સંપ્રદાયીકરણ માટે કતારમાં પહેલા નંબર પર થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp