બાળકોની સામે મહિલા સાથે કર્યો રેપ, દીકરી પર પણ અટેક, મળી 173 વર્ષની સજા

PC: newsx.com

એક રેપિસ્ટને બાળકો સામે મહિલા સાથે રેપ કરવા બદલ 173 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. 32 વર્ષીય વ્યક્તિએ ઘટના દરમિયાન મહિલાના દીકરા પર બંદૂક રાખી હતી અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. તેણે મહિલાની દીકરીનું પણ શોષણ કર્યું.

આ મામલો સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપનો છે. સેબેનજિલે સિમાનેએ 45 વર્ષની મહિલાના ફાર્મ હાઉસમાં ઘૂસીને અટેક કર્યો. ઘટનાના સમયે સિમાનેએ પરિવારજનોને બાંધી દીધા હતા. ડેલીમેલની રિપોર્ટ અનુસાર, મહિલા સાથે રેપ કર્યા બાદ સિમાનેએ ઘરમાં લૂંટફાટ પણ કરી હતી. જજે તેના કૃત્ય માટે 2 આજીવન કારાવાસ (કુલ 173 વર્ષની જેલ)ની સજા સંભળાવી છે. ઘટના 23 માર્ચ, 2018ના રોજ બની હતી.

રિપોર્ટ અનુસાર, ઘટનાના સમયે સૌથી પહેલા અટેકરે ઘરના દરવાજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અટેકરે માત્ર મહિલા જ નહીં પરંતુ તેની 13 વર્ષની દીકરી સાથે પણ રેપનો પ્રયત્ન કર્યો હતો. તેણે તેના કપડાં ઉતારી દીધા હતા, પરંતુ પછી તેને છોડી દીધી હતી. ઘટના બાદ ડરેલો પરિવાર સાઉથ આફ્રિકા છોડીને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવાનો પ્લાનિંગ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp