આ દેશમાં જોવા મળી કોરોનાની બીજી લહેર, કર્ફ્યૂ અને ઈમરજન્સી જાહેર

PC: deccanherald.com

આખા વિશ્વમાં તબાહી મચાવનારા કોરોના વાયરસ સંક્રમણની સ્પેનમાં નવી લહેરને નિયંત્રિત કરવા માટે રાતના સમયે અહીં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરવામાં આવી છે. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેજે કહ્યું કે, રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે એટલે કે લોકોના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ રવિવારે લાગૂ થઈ ગયું છે. સાંચેજે એવું પણ કહ્યું કે, આપાતકાળ અંતર્ગત સ્થાનિક પ્રશાસન વિવિધ ક્ષેત્રોમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. તેમણે કહ્યું કે, તેઓ સંસદને નવા નિયમોની સમયાવધિ વધારીને છ મહિના કરવા માટે કહેશે, જે હાલ માત્ર 15 દિવસની છે.

આ વર્ષની શરૂઆતમાં સંક્રમણની પહેલી લહેર દરમિયાન સ્પેનમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી, જેને જોતા વધુ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું, જે દુનિયાના સૌથી કડક લોકડાઉનમાંથી એક હતું. જોકે, બીજા યુરોપીય ક્ષેત્રોની જેમ જ સ્પેન પણ સંક્રમણની બીજી લહેરની ચપેટમાં આવી ગયું છે. ઈટલીમાં પણ રવિવારથી નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી. સરકારે કહ્યું કે, મામલા વધવાના કારણે દેશની સ્વાસ્થ્ય સેવાઓ પર ખૂબ જ બોજ વધ્યો છે. દરમિયાન ફ્રાન્સમાં રેકોર્ડ મામલા નોંધાયા છે. રવિવારે 24 કલાકમાં ત્યાં સંક્રમણના કુલ 52010 મામલા સામે આવ્યા. જ્યારે શનિવારે તેની સરખામણીમાં 45 હજાર કરતા થોડાં વધુ મામલા નોંધાયા હતા.

સ્પેનના વડાપ્રધાન સાંચેજે કહ્યું કે, અલગ-અલગ ક્ષેત્ર જો રાતના કર્ફ્યૂના સમયમાં પોતાના હિસાબે કેટલાક બદલાવો કરવા માગે તો તેઓ એકાદ કલાક આગળ-પાછળ કરી શકે છે. તેમણે કહ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા-જવા પર પ્રતિબંધ ક્ષેત્રીય નેતા નક્કી કરશે અને બની શકે કે માત્ર કામ અથવા સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો માટે જ પરવાનગી મળે. વડાપ્રધાન સાંચેજે રવિવારે એક ટીવી સંબોધનમાં કહ્યું, આપણે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. છેલ્લાં 50 વર્ષોમાં આ સૌથી ગંભીર પરિસ્થિતિ છે.

સ્પેનના 17 ક્ષેત્રોમાંથી અડધા કરતા વધુ ક્ષેત્રોમાં કડક પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા હતા અને તાજા પ્રતિબંધ કૈનરી દ્વીપને છોડીને તમામ ક્ષેત્રોમાં લાગૂ થશે. આ અગાઉ એપ્રિલ મહિનામાં મહામારીની પહેલી લહેર દરમિયાન આવા જ આપાતકાલની જાહેરાત કરવામાં આવી હતી. મહામારીની શરૂઆતથી અત્યારસુધી સ્પેનમાં સંક્રમણના મામલા 10 લાખને પાર પહોંચી ગયા છે અને આશરે 35 હજાર લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp