ફીફા વર્લ્ડ કપમાં મેસ્સીને રમતો જોવા કેરળથી કાર લઈને કતાર પહોંચી 5 બાળકોની માતા

PC: dnaindia.com

ફીફા વર્લ્ડ કપની દિવાનગી ન માત્ર યજમાન દેશ કતાર સુધી સીમિત નથી પરંતુ આખી દુનિયામાં ફૂટબોલના ફેન્સમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ ફૂટબોલ ફિવર માથે ચઢીને બોલી રહ્યો છે. જેના માટે લોકો કંઈ પણ કરતા અચકાતા નથી. તેવું જ કંઈક ભારતમાં જોવા મળ્યું છે. સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીની કેરળની એક મહિલા ફેને કંઈક એવું કર્યું છે જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.

આ મહિલા ફૂટબોલ ફેન્સે પોતાની પસંદગીની ટીમ આર્જેન્ટીના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીને લાઈવ રમતો જોવા માટે એકલી પોતાની કસ્ટમાઈસ્ડ SUV લઈને કેરળથી કતાર પહોંચી ગઈ છે. ખલીઝ ટાઈમ્સ સમાચારના કહેવા પ્રમાણે, પાંચ બાળકોની માતા નાઝી નૌશીએ કેરળથી 15 ઓક્ટોબરના ખાડી દેશની યાત્રા શરૂ કરી અને સંયુક્ત અરબ અમીરાત પહોંચી હતી.

33 વર્ષની નૌશી પોતાના હીરો લિયોનસ મેસ્સી અને આર્જેન્ટીનાને વર્લ્ડ કપમાં રમતું જોવા ઈચ્છતી હતી. જોકે તે સાઉદી અરબથી આર્જેન્ટીનાને મળેલી હારથી તૂટી ગઈ હતી પરંતુ હજુ પણ આગામી મેચમાં પોતાની પસંદગીની ટીમની જીતની આશા રાખી છે.

સમાચારે તેના હવાલે કહ્યું હતું કે, હું મારા હીરો લિયોનલ મેસ્સીને રમતો જોવા ઈચ્છું છું. સાઉદી અરબથી મળેલી હાર મારા માટે નિરાશાજનક હતી પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે આ ટ્રોફી જીતવાની રાહમાં નાનકડી બાધા આવશે. નૌશીએ પહેલા પોતાની SUVને મુંબઈથી ઓમાન પહોંચાડી અને સંયોગથી તે જમણી બાજુ સ્ટીયરીંગવાળી ગાડી દેશમાં મોકલનારી પહેલી ભારતીય રજીસ્ટર્ડ કાર છે.

 

તેણે મસ્કટથી પોતાની યાત્રા શરૂ કરી અને હાટા બોર્ડરથી પોતાની SUVમાં UAE પહોંચી. આ દરમિયાન તે દુબઈમાં સ્થિત દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા જોવા માટે પણ રોકાઈ હતી.આ SUVમાં અંદર જ કિચન છે અને તેની છત પર એક ટેન્ટ જોડાયેલું છે. નૌશીએ કારનું નામ 'ઉલ્લુ' રાખ્યું છે જેનો મલયાલમમાં મતલબ અર્થ 'શી' થાય છે. નૌશીની કારમાં ચોખા, પાણી, લોટ, મસાલા અને અન્ય કોરી વસ્તુઓ રાખી છે. તેણે સમાચાર સાથે વાત કરતા કહ્યું હતું કે, હું જાતે જ ખાવાનું બનાવતી હતી અને તેનાથી મારા ઘણા પૈસા બચ્યા છે અને ફૂડ પોઝનિંગનું જોખમ પણ ઓછું થઈ જાય છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp