વ્હાઈટ હાઉસની બહાર પ્રદર્શનકારીઓ પર પોલીસ એક્શન મામલામાં ટ્રમ્પ પર કેસ

PC: vox-cdn.com

અમેરિકી નાગરિક અધિકારો માટે લડનારા ઘણા સંગઠનોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ગુરુવારે કેસ દાખલ કરાવ્યો છે. વ્હાઈટ હાઉસની સામે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ પર સુરક્ષાદળોએ ટીયર ગેસના સેલ છોડ્યા અને સ્મોક બોમ્બ છોડ્યા હતા, ત્યારબાદથી ટ્રમ્પની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. ગત સોમવારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસની પાસે એક ચર્ચની સામે બાઈબલની સાથે ફોટો પડાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં પ્રદર્શનમાં સામેલ ઘણા બધા પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા હતા, જેમને ત્યાંથી પાછળ ધકેલવા માટે તેમના પર ટીયર ગેસના સેલ, રબર બુલેટ્સ અને સાઉન્ડ બોમ્બ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શનો વધી ગયા છે.

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) અને બીજા સમૂહોએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓએ પ્રદર્શનકારીઓ અને બ્લેક લાઈવ્ઝ મેટરના કેમ્પનર્સના સંવેધાનિક અધિકારોનું હનન કર્યું છે. ACLUએ કહ્યું, પોલીસે પ્રદર્શનકારીઓની ભીડ પર એક સામૂહિકરીતે અચાનક હુમલો કર્યો અને આ દરમિયાન તેમના પર કેમિકલનો છંટકાવ, રબર બુલેટ્સ અને સાઉન્ડ કેનન જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો.

ACLUના લીગલ ડાયરેક્ટર સ્કોટ મિશેલમેને કહ્યું કે, કારણ કે રાષ્ટ્રપતિ પ્રદર્શનકારીઓના વિચારો સાથે અસહમત છે, એવામાં તેમના દ્વારા આ ક્રિમિનલ પગલાંઓ લેવા એ દર્શાવે છે કે, તે આપણા સંવિધાનનું કેટલું મોટું હનન છે.

ટ્રમ્પ આ દરમિયાન લફાએત પાર્કની સામે સ્થિત St John's Episcopal ચર્ચની પાસે ફોટો પડાવી રહ્યા હતા. તે ચર્ચ વોશિંગ્ટનમાં પ્રદર્શનોનું કેન્દ્ર રહ્યું છે. આ ચર્ચ પર પ્રદર્શનકારીઓએ તેની અગાઉની રાત્રે ગ્રાફિટી વગેરે બનાવી દીધા હતા, ત્યારબાદ ટ્રમ્પે અહીં બાઈબલની સાથે ફોટો પડાવ્યો અને કહ્યું કે, તેઓ તોફાન અટકાવવા માટે હજારોની સંખ્યામાં સેનાના જવાનોને તહેનાત કરી દેશે. ગત 25 મેના રોજ મિનેસોટાના મિનિયાપોલિસ શહેરમાં આફ્રિકી-અમેરિકી વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસની બર્બરતાને પગલે મોત થયું હતું અને ત્યારબાદ આખા અમેરિકામાં રંગભેદ અને બ્લેક સમુદાય પર પોલીસની બર્બરતાને લઈને પ્રદર્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન તોફાન અને લૂંટફાટની ઘણી બધી ઘટનાઓ પણ સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp