US આર્મીએ ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મનની ધૂન વગાડી, જુઓ વીડિયો

PC: ndtvimg.com

અમેરિકાના વોશિંગટનમાં ભારત-અમેરિકાના યુદ્ધ અભ્યાસ દરમ્યાન અમેરિકાના સૈનિકો ભારતીય સૈનિકોની સાથે અસમ રેજિમેન્ટના યોદ્ધા બદલૂ રામની યાદમાં બનાવેલ ગીત પર નાચતા જોવા મળ્યા હતા. હવે અમેરિકાના સૈનિકોનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં યુદ્ધ અભ્યાસ દરમ્યાન અમેરિકાના સૈનિકોનું એક બેન્ડ ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનની ધૂન વગાડી રહ્યા હતા. આ વીડિયો ભારત અને અમેરિકા સેનાની વચ્ચે બની રહેલા નવા સંબંધો તરફ ઈશારો કરે છે. પરસ્પર વિશ્વાસનો જે માહોલ બન્યો તે આવનારા દિવસોમાં બન્ને દેશોની સેનાઓ માટે સારા સંકેત આપી રહ્યું છે.

અસમ રેજિમેન્ટના રાઈફલમેન બદલૂરામનું બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન મૃત્યુ થયું હતું, પણ તેમનું નામ ભૂલથી લિસ્ટમાંથી હટાવાયું નહી. તેને કારણે તેમના નામનું રાશન આવતું રહેતું.

જ્યારે યુદ્ધ દરમ્યાન જાપાની સેનાએ ભારતીય સેનાના રાશનની સપ્લાઈ કાપી નાખી હતી ત્યારે સેનાનું રાશન પતી ગયું હતું. એવી પરિસ્થિતિમાં સેનાને રિર્ઝવમાં મોજૂદ બદલૂરામનું રાશન કામ આવ્યું હતું. યુદ્ધ જીત્યા પછી પલટને તેમને બદલૂરામ કા બદન જમીન કે નીચે હે નામનું ગીત સમર્પિત કર્યું હતું. જે આજે સૌ કોઈને યાદ છે. અમેરિકાની સેનાએ પણ આ જ ગીત પર ડાંસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp