કાશ્મીર બે દેશોનો આંતરિક મામલો, જરૂર પડશે તો મધ્યસ્થતા કરીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

PC: twimg.com

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આજે ભારત પ્રવાસનો છેલ્લો દિવસ છે. આજે ભારત-અમેરિકાની વચ્ચે 3 ડિફેન્સ ડીલ થઈ છે. સાથે જ એક મોટી ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. તેને માટે હૈદરાબાદ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીટિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ટ્રમ્પના પત્ની મેલાનિયાએ દિલ્હીની સરકારી સ્કૂલોમાં હેપ્પીનેસ ક્લાસની મુલાકાત લીધી હતી.

આ પહેલા ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિકરીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ ઉપરાંત, તેમણે મંગળવારે ભારતીય વ્યવસાયીઓ સાથે મુલાકાત કરી હતી. ઘણા CEO સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા જઈ રહ્યો છું, જ્યારે હું જીતીશ, બજાર વધી જશે. ભારતમાં મારા સ્વાગતથી હું અભિભૂત છું. ચીન કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યું છે, એવું લાગે છે કે, તે ધીમે-ધીમે તેના પર કાબૂ મેળવી રહ્યું છે. કેટલાક નિયમનોએ સંવૈધાનિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, અમે ઘણા નિયમોને ઓછાં કરવા જઈ રહ્યા છીએ.

ભારતમાં થયેલા તેમના ભવ્ય સ્વાગત વિશે ટ્રમ્પે કહ્યું હતું કે, મેલાનિયા અને હું તમારા (PM મોદી) ગૃહ રાજ્યના નાગરિકોના શાનદાર સ્વાગતને હંમેશાં યાદ રાખીશું. આ ઉપરાંત, ટ્રમ્પે કહ્યું હતું કે, ચર્ચા દરમિયાન PM મોદી અને મેં પોતાના નાગરિકોની કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદથી રક્ષા કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પોતાના યાત્રા દરમિયાન અમે એક સુરક્ષિત 5G વાયરલેસ નેટવર્કના મહત્ત્વ પર પણ ચર્ચા કરી.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, અમારી ટીમોએ એક મોટા વ્યાપાર કરાક માટે પ્રગતિ કરી છે અને હું આશાવાદી છું કે, અમે બંને દેશો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડીલ કરી શકીએ છીએ. જ્યારથી મેં પદભાર સંભાળ્યો છે, ત્યારથી ભારતમાં અમેરિકી નિર્યાત આશરે 60% વધ્યો છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી અમેરિકી ઊર્જાનું નિર્યાત 500% વધ્યું છે.

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા વિશે ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક સ્વતંત્રતા પર વિશ્વાસ કરે છે, મેં વડાપ્રધાન મોદીની સાથે CAA પર વાત કરી છે. એ ભારતનો આંતરિક મામલો છે, ભારત તેના પર યોગ્ય નિર્ણય લેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અન્ય ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં વધુ ધાર્મિક સ્વતંત્રતા છે. સાથે જ તેમણે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવામાં મને ખુશી થશે તેવું પણ કહ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, કાશ્મીર બે દેશોનો મામલો છે, જરૂર પડશે તો હું મધ્યસ્થતા કરીશ. કારણ કે, PM મોદી અને ઈમરાન ખાન બંને મારા સારા મિત્રો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી હિંસા વિશે કહ્યું હતું કે, મને હિંસા વિશે જાણકારી મળી, પરંતુ વડાપ્રધાન મોદી સાથે આ અંગે ચર્ચા નથી કરી. અમે આતંકવાદના મુદ્દે પણ ઘણી ચર્ચા કરી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આતંકવાદ સામે લડવા માટે હું મારાથી શક્ય એટલી મદદ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp