WHOની ચેતવણીઃ 5 મહિનામાં 15થી 24 વર્ષના યુવાઓમાં સંક્રમણના મામલામાં 3 ગણો વધારો

PC: cncenter.cz

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ યુવાઓમાં કોરોનાના વધતા મામલાઓને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં યુવાઓમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લાં 5 મહિનામાં 15થી 24 વર્ષના યુવાઓમાં સંક્રમણનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે. 24 ફેબ્રુઆરીથી લઈને 12 જુલાઈની વચ્ચે તેમનામાં સંક્રમણનો દર 4.5 ટકાથી વધીને 15 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે 5થી 14 વર્ષના ઉંમર વર્ગમાં મામલા 0.8 ટકાથી વધીને 4.6 ટકા પર પહોંચી ગયા છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આવા મામલાઓ ત્યારે વધ્યા, જ્યારે ટેસ્ટિંગનો દાયરો વધારવામાં આવ્યો અને સ્કૂલો ફરી ખોલવામાં આવી છે.

WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમના જણાવ્યા અનુસાર, અમે પહેલા પણ કહી ચુક્યા છીએ અને આગળ પણ એ જ કહીશું કે યુવા એકદમ સેફ નથી. યુવા સંક્રમિત થઈ શકે છે, તેમના મોત પણ થઈ શકે છે અને તેઓ બીજાને સંક્રમણ પણ ફેલાવી શકે છે. WHOના જણાવ્યા અનુસાર, યુવાઓમાં કોરોનાના વધતા મામલાઓનું કારણ છે તેમની નાઈટક્લબ પાર્ટી કરવી અને સમુદ્ર કિનારે ફરવું. આ કારણોને પગલે દુનિયાભરમાં મામલા વધી રહ્યા છે. છેલ્લાં 5 મહિનાઓમાં યુવાઓમાં સંક્રમણના 60 લાખ મામલા સામે આવ્યા છે.

WHOના જણાવ્યા અનુસાર, યુવાઓમાં કોરોનાના નવા મામલા માત્ર અમેરિકી દેશોમાં જ સામે નથી આવી રહ્યા, પરંતુ યુરોપીય (સ્પેન, જર્મની, ફ્રાન્સ) અને એશિયાઈ દેશો જેવા કે જાપાનમાં પણ વધી રહ્યા છે. યુવાઓમાં વધતા મામલાઓ પર જોન હૉપ્કિન્સ હોસ્પિટલની નર્સ મૈનેજર નેયસા અર્નેસ્ટ કહે છે, યુવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં અને માસ્ક લગાવવાને લઈને વધુ ગંભીર નથી. નેયસા અર્નેસ્ટના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. બહાર નીકળનારાઓમાં સૌથી વધુ યુવા છે, કારણ કે તેઓ જ જોબ પર જાય છે, તેઓ જ બીચ અને પબમાં જાય છે. ઘરનો સામાન ખરીદવાનું કામ પણ હાલ તેઓ જ કરી રહ્યા છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, જે રીતે સંક્રમણના મામલા વધી રહ્યા છે, તે કોરોનાની બીજી લહેરનું કારણ બની શકે છે. ઘણા દેશોએ ટ્રાવેલિંગ કરવા પર નવા નિયમ લાગૂ કરવાની જરૂર છે. જ્યારે વિયેતનામ જેવા કેટલાક દેશો છે, જ્યાં સંક્રમણ અટક્યા બાદ ફરીથી નવા મામલા દેખાવાના શરૂ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp