દુનિયાનો સૌથી મોટો સાંપ, વજન એટલો કે ક્રેન બોલાવવી પડી, જુઓ વીડિયો

PC: the-sun.com

કેરેબિયન દેશ ડોમિનિકાથી એક એવો વિશાળકાય સાંપની તસવીર સામે આવી છે. આ સાંપ એટલો મોટો છે કે તેને ઉઠાવવા માટે ક્રેનની મદદ લેવી પડી. તેને દુનિયાનો સૌથી મોટો સાંપ કહેવામાં આવી રહ્યો છે. આ સાંપ વર્ષા વનમાં જોવા મળ્યો છે. ધ સનના રિપોર્ટ મુજબ એક જીવિત સાંપ જે ઓછામાં ઓછો 10 ફૂટ હતો તેને ક્રેન દ્વારા ઉઠાવવામાં આવ્યો. ક્રેનથી લટકતો સાંપ ઝડપથી હરકત કરી રહ્યો હતો. એ જોઈને નજીક ઊભા લોકો અને ક્રેન ચલાવનાર પણ હેરાન રહી ગયો.

જે જગ્યા પર આ સાંપ જોવા મળ્યો ત્યાં ખતરનાક બોઆ કંસ્ટ્રિક્ટર સાંપની પ્રજાતિ જોવા મળે છે. આ પ્રજાતિનો સાંપ લગભગ 13 ફૂટ લાંબા હોય છે. હુમલો કરતી વખતે કંસ્ટ્રિક્ટર સાંપ પોતાના શિકારને પહેલા ચારેય તરફથી જકડી લે છે અને પછી મોતને ઘાટ ઉતારવા પહેલા પોતાના દાંતોથી ડંખ મારી લે છે. જોકે તે અત્યાર સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે તસવીરમાં દેખાઈ રહેલો સાંપ કઈ પ્રજાતિનો છે. ડોમનિકા, જેની લંબાઈ માત્ર 29 માઈલ છે, જે વન્ય જીવો માટે સૌથી અનુકૂળ જગ્યા માનવામાં આવે છે.

તેને ધ નેચર આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં મોટા ભાગે દુર્લભ પ્રકારના જીવજંતુ જોવા મળી જાય છે. રિપોર્ટ મુજબ આ સાંપને સૌથી પહેલા જંગલમાં કામ કરનારા લોકોએ જોયો હતો. તેને જોતા જ તેમના હોશ ઊડી ગયા. ત્યારબાદ તેને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી. આ ઘટનાની તસવીરો પણ સામે આવી છે જેમાં સાંપને ક્રેન સાથે લટકેલો જોઈ શકાય છે. ટાઈટેનોબોઆને દુનિયાનો સૌથી વિશાળ સાંપ કહેવામાં આવે છે. તેની લંબાઈ 50 ફૂટ હોય છે તો તેની પહોળાઈ સામાન્ય રીતે 4 ફૂટ હોય છે.

થોડા વર્ષો અગાઉ અમેરિકી વૈજ્ઞાનિકોના એક ગૃપે દાવો કર્યો હતો કે ટાઈટેનોબોઆ પ્રજાતિનો અંત થયો નથી. તે આજે પણ જીવિત છે. યુનાઈટેડ કિંગડમની એક સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ ટાઈટેનોબોઆ આજથી 6 હજાર કરોડ વર્ષ પહેલાની પ્રજાતિ છે જે ડાયનાસોરના સમય પર ધરતી પર ઉપસ્થિત હતી. જોકે ત્યારબાદ આ પ્રજાતિને વિલુપ્ત કરાર આપી દેવામાં આવ્યો હતો. ટાઈટેનોબોઆની ભયાનકતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેનું વજન 1500 કિલો હોય છે.

અમેરિકાના વૈજ્ઞાનિકો સિવાય એક વેબસાઇટે પણ દૈત્ય જીવ જીવિત હોવાનો દાવો કરી ચૂકી છે. આ વેબસાઈટ તરફથી ટાઈટેનોબોઆ સાંપને ‘Mother Of Water’નું નામ આપવામાં આવ્યું હતું. ટાઈટેનોબોઆના અસ્તિત્વનો દાવો કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે અમેઝોન નદીમાં હોય છે. અમેઝોન નદીનો વિસ્તાર આટલો વિસ્તૃત અને રહસ્યમય છે કે વૈજ્ઞાનિક આજ સુધી નદીના સંપૂર્ણ વિસ્તાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. અમેઝોન નદીની કુલ લંબાઈ 6,992 કિલોમીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp